તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં બેબી ફૂટબોલ લીગ બની લોકપ્રીય, ખેલાડીઓ ઉમટ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાળપણથી ખેલાડીઓ ફૂટબોલ પ્રત્યે આકર્ષાય તેવા હેતુથી બેબી ફૂટબોલ લીગની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં 90 જગ્યાએ અને ગુજરાતમાં અમદાવાદ તથા ભાવનગરમાં આ બેબી લીગ રમાઇ રહી છે.

ભાવનગર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા રમાડવામાં આવી રહેલી બેબી ફૂટબોલ લીગમાં અંડર-7, 9 અને 11 વયજૂથમાં ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટમાં 26 શાળાની ટીમોના 260 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. એક શાળાની ટીમે બે લીગ રાઉન્ડમાં 19 મેચો રમવાની આવે છે તેથી ખેલાડીઓને ફૂટબોલની રમતમાં પા-પા પગલી ભરવાની સાથે જ મેચ પ્રેક્ટિસનો બહોળો અનુભવ મળી રહે છે.

ગુજરાતમાં ફૂટબોલની રમત સતત નવા શીખરો સર કરી રહી છે. ભાવનગર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મુળરાજસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુકે, અંડર-13 બાદ હાઇ લીગ રમાડવામાં આવે છે તેમાં ભાવનગરની ટીમ સામેલ કરવામાં આવશે. બેબી લીગમાં પરફોર્મન્સના આધારે ખેલાડીઓને શોર્ટ લીસ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો