તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીબેન િશયાળે 16.64 લાખને મનહરભાઈએ 13.24 લાખ ખર્ચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક અઠવાડિયું જ રહ્યું છે ત્યારે ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડતા 10 ઉમેદવારોએ એક ઉમેદવારે વધુમાં વધુ કરવાના ખર્ચના 50 ટકા પણ ખર્ચ કર્યો નથી. તમામ ઉમેદવારોએ આજ સુધીમાં રૂપિયા 32,92,016 ખર્ચ કર્યા છે. જ્યારે ચાર ઉમેદવારોએ તો બીજા તબક્કામાં એક રૂપિયાનો પણ ખર્ચ કર્યો નથી.

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલા ખર્ચના બીજા તબક્કાના ઇન્સ્પેક્શનમાં મનહરભાઈ પટેલે બીજા તબક્કામાં રૂપિયા 8,14,086 સાથે કુલ રૂપિયા 13,24,127, ભારતીબેન શિયાળે બીજા તબક્કામાં રૂપિયા 11,15,960 સાથે આજ સુધીમાં કુલ રૂપિયા 16,64,833 નો ખર્ચ કર્યો છે જ્યારે વિજયકુમાર માકડિયાએ કુલ રૂપિયા 26,250, અજય કુમાર ચૌહાણે કુલ રૂપિયા 46,688, ચંપાબેન ચૌહાણે કુલ રૂપિયા 45,188 અને સીતાપરા સાગરભાઇ એ કુલ રૂપિયા 42,850 નો ખર્ચ કર્યો છે. જ્યારે ધરમશીભાઈ ઢાપા, રામદેવસિંહ ઝાલા, ભરતભાઈ સોંદરવા અને હરેશભાઈ વેગડે બીજા તબક્કા દરમિયાન કોઈ ખર્ચ કર્યો નથી.

ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડતા દસે દસ ઉમેદવારોનો આજ સુધીનો કુલ ખર્ચ રૂપિયા 32,92,016 થયો છે. દરેક ઉમેદવારની ખર્ચ મર્યાદા રૂ 70 લાખની છે.

આગામી 23 એપ્રિલે ચૂંટણી છે ત્યારે અંતિમ દિવસોમાં ખર્ચનો આંક હજી વધશે.

અન્ય સમાચારો પણ છે...