ભીંગરાડ ગામે સતત એક વર્ષથી ચાલતો ભાગવત જ્ઞાનયજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે જોષી પરિવાર તથા સમસ્ત ભીંગરાડ ગામ આદર્શ સમભાવ સેવા ટ્રસ્ટ શ્રીમદ ભાગવત ભાવ પ્રસાદ મંડળ દ્વારા વાર્ષિક શ્રીમદ ભાગવત મહામહોત્સવ તથા શ્રીમદ ભાગવત વાર્ષિક હોમાત્મક મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

ભીંગરાડ ગામના આંગણે ભવ્યાતિભવ્ય વાર્ષિક શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહામહોત્સવ યોજાઇ રહ્યો છે. કથાનો પ્રારંભ 16/11/18 થી શરૂ થઇ ગયેલ છે. જયારે કથાની પૂર્ણાહુતિ તા.28/10/19ના બપોરના 11.30 કલાકે થશે. આ જ્ઞાનયજ્ઞનું રસપાન મહેશભાઇ શિવશંકરભાઇ જોષી (ભીંગરાડવાળા) કરાવી રહ્યાં છે. કથાનો સમય દરરોજ સવારના 9 થી 12 અને 3.30 થી 5.30 સુધી રાખેલ છે. જયારે કથાનું સ્થળ ખોડીયાર મંદિર કરૂણાનંદ સ્વામી તપોભુમિ શામજીભાઇ રામજીભાઇ સગરની વાડી આસોદર રોડ, ભીંગરાડ રાખેલ છે. આ ભાગવત જ્ઞાનયજ્ઞ મહામહોત્સવમાં લાભ લેવા પધારવા જોષી પરિવાર, ગામ સમસ્ત તેમજ કથા પ્રેમી ભાવિક ભકતો માર્કંડભાઇ બધેકા દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...