તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી બ્રેક લાગે તે પૂર્વે જળ અભિયાન બે માસ વહેલું શરૂ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂંટણીની બ્રેક લાગે તે પૂર્વે ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. શહેરના બોરતળાવને ઊંડું ઉતારવાની કામગીરી સાથે શરૂઆત કરી હતી. ગત વર્ષે માત્ર એક મહિનો ચાલેલુ સુજલામ સુફલામ જળ અભિયાન આ વર્ષે ત્રણ મહિના ચાલશે. બોર તળાવ સહિતના પાણીના સ્ત્રોતમાં ભરાયેલા કાપને કારણે તળાવોની સંગ્રહ ક્ષમતા ઘટતી જાય છે ત્યારે વોટર બોડીમાંથી કાપને કાઢવો જરૂરી બને છે. આજે મંત્રી વિભાવરીબેન દવે ના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાન નો પ્રારંભ કરાયો હતો. આજથી ખેડૂતો કે કોઈપણ ને રોયલ્ટી વગર માટી મળી શકશે.

ભાવનગરમાં બોરતળાવ ઉપરાંત ખોડીયાર તળાવ, ભીકડા, રુવા અને નારી તળાવ, અકવાડા સહિત પાણીના સ્ત્રોતમાંથી માટીકાપ કાઢવામાં આવશે. ગત વર્ષે 1 થી 31 મે દરમિયાન એક મહિનો જળ અભિયાન શરૂ રહ્યું હતું જ્યારે આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી બે મહિના વહેલું શરૂ કરવામાં આવ્યું છે. જે આગામી 30મી મે સુધી શરૂ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો