તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરતળાવનું પાણી વેડફાય તે પહેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાની મહેરથી ભાવનગરના નગરજનો માટે આ વર્ષે હરખના વાવડ છે કે, બોરતળાવ, ખોડીયાર અને શેત્રુંજી ડેમ છલોછલ થવાની તૈયારીમાં છે. તેમ છતાં ઘરઆંગણાનું મફતનું પાણી ઉપયોગ કરવાનું કોર્પોરેશનને મન થતું નથી. પ્રજાના કરોડો રૂપિયાનો ખર્ચ કરી ભાવનગરના પ્રજાજનોને મહી અને શેત્રુંજીમાંથી વેચાતું પાણી પુરુ પાડે છે. જો બોરતળાવ અને ખોડીયારમાંથી પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો ખરો પાણી ખર્ચ બચી શકે. બોરતળાવનું ઓવરફ્લોનું પાણી તો દરિયામાં જ ચાલ્યું જશે.

આ વર્ષે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ વરસતા મોટા ભાગના ડેમો ભરાઈ ગયા છે. જ્યારે બોરતળાવની ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા ભીકડા કેનાલમાંથી પાણીની આવક શરૂ છે. બોરતળાવ ઓવરફલો થવામાં માત્ર દોઢેક ફૂટ બાકી છે તેવી જ રીતે ખોડીયારતળાવ પણ ઓવરફ્લો થવામાં માત્ર અઢી ફૂટ છેટુ છે. આ બંને તળાવોની રચના ભાવનગરના મહારાજાએ એવી કરી છે કે, કોઇ ખર્ચ વગર આ બંને તળાવમાંથી પ્રજાને પાણી વિતરણ થઇ શકે. સૌની યોજના થી તો બોરતળાવ જ્યારે ભરાય ત્યારે પરંતુ હાલમાં જ્યારે આ બંને તળાવો ઓવરફ્લોની નજીક છે ત્યારે આ ઘર આંગણાના મફતના પાણીનો ઉપયોગ કરવા કોર્પોરેશને પ્લાનિંગ કરવું અતિ આવશ્યક છે.

હાલમાં કોર્પોરેશન શેત્રુંજી અને મહિમાંથી દામ ચૂકવી મોંઘુ પાણી વેચાતું મેળવે છે. કોર્પોરેશને પાણી પાછળ જ વર્ષે 45.93 કરોડનો ખર્ચ થાય છે. અને તે પૈકી 70 ટકા ખર્ચો તો મહી અને શેત્રુંજીમાંથી લેવાતા પાણીનો છે.

તેમજ 8 કરોડ તો પાણી મેળવવાનો વીજ ખર્ચ થાય છે. ત્યારે બોરતળાવનું દરિયામાં વેડફાટ થતું પાણી અને ખોડીયાર તળાવનું પાણી ભાવનગરની પ્રજાના પીવાના ઉપયોગ માટે કરવામાં આવે તો કરોડો રૂપિયાની બચત પણ થઈ શકે.

બતાવો પાણી.. ઘરે ઘરે પહોંચાડવામાં
શહેરને છતે પાણીએ અઠવાડીયે એકવાર પાણી કાપ આપવો પડે છે
એક્સપર્ટ વ્યૂ ¿ તળાવનો ઉપયોગ પાણી ખર્ચ ઘટાડી શકે

 ભાવનગરના મહારાજાએ ભાવેણાવાસીઓ માટે નિર્માણ કરેલા બોરતળાવ અને ખોડિયાર તળાવની રચના એવી કરી છે કે, તેમાંથી કોઇ વધારાના ખર્ચ વગર શહેરમાં પાણી વિતરણ કરી શકાય. હાલમાં બંને તળાવોમાં પાણી પર્યાપ્ત છે ત્યારે જો આ બંને તળાવમાંથી પાણી મેળવવામાં આવે તો કોર્પોરેશનનો પાણી ખર્ચ ઘટી શકે. એમ.સી. મહેતા, િનવૃત્ત સિટી એન્જિનીયર

ફેકટ ફાઈલ
રૂા. 6000 1 ML. મહીપરીએજનો ખર્ચ

રૂા.3225 1 ML. શેત્રુંજીનો ખર્ચ

રૂા.43.93 કરોડ પાણી પાછળ વાર્ષિક ખર્ચ

રૂા.28 કરોડ વાર્ષિક થઇ શકે બચત

રૂા.8 કરોડ પાણી માટે વીજ ખર્ચ

અન્ય સમાચારો પણ છે...