તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ST સ્ટેન્ડે પાર્કિંગમાં બારોબાર કારોબાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર એસટી ડેપોમાં છેલ્લા લાંબા સમયથી પાર્કિંગ વ્યવસ્થા આડેધડ ચાલતી હોવાની ફરિયાદ સાથે એ હકીકત પણ સામે આવી છે કે વાહન પાર્ક કરનારને કોઇ પાવતી પણ આપવામાં આવતી નથી. વાહન પાર્કીંગનો અગાઉનો કોન્ટ્રેક્ટ પૂરો થઇ ગયા બાદ કોન્ટ્રેક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી અને એસટી ડેપો મેનેજરના અંડરમાં આ વ્યવસ્થા કોઇ વિશ્વસનીય અને પારદર્શક હિસાબી સિસ્ટમ વગર જ અંદાજે અડસટ્ટે પૈસા જમા લેવામાં આવી રહ્યા છે.

પરિણામે એ સવાલ ઉઠવા પામ્યો છે કે પાર્કીંગ ફીના જે પૈસા જમા થયા છે તે ઉઘરાણી દરમ્યાન એટલા જ આવ્યા છે તે કઇ રીતે કહી શકાય. જો પાર્કીંગ કરનારને પહોંચ તેના નંબર સાથે આપવામાં આવતી હોય તો જ તે આવકનો ચોક્કસ અને પારદર્શક હિસાબ થયો છે તેમ કહી શકાય. અગાઉ આ પ્રકારે અંદાજે-અડસટ્ટે પેસા જમા કરાવનાર એક કર્મચારીએ મહિનાઓ સુધી જમા નહીં કરાવીને મોટી રકમનું કૌભાંડ કર્યું હોવાના પ્રકરણની વાત હજી જૂની થઇ નથી ત્યારે જ ફરી એકવાર પહોંચ વગર નાણા ઉઘરાવવાનું ચાલુ રહેતાં વહીવટ અંગે અનેક સવાલો જાગ્યા છે. એસટીના માણસો અપારદર્શક રીતે ઉઘરાણી કરીને વિશ્વાસે વહાણ ચાલતું હોય તેમ રકમ જમા કરાવી રહ્યા છે તેના બદલે પ્રજાના પૈસા એક પારદર્શક સિસ્ટમ થકી જ યોગ્ય રીતે જમા થાય તેવી સિસ્ટમ ઊભી કરવા લોકોમાં માંગ ઊઠવા પામી છે. જે એસટી પાંચ રૂપિયાની કટકી કરનાર કંડકટરને સજા કરે છે તે એસટી તંત્ર આવડું મોટું ફાંફળ કઇ રીતે ચલાવે છે તે એક સવાલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

તો જરૂરી પગલાં પણ લેવામાં આવશે
ભાવનગર એસ.ટી. બસસ્ટેન્ડ ડેપોમાં િનયમ મુજબ પાર્કીંગ પ્લેસમાં વાહન પાર્ક કરનારને પહોંચ આપવી જરૂરી છે. આ અંગે કેટલીક ફરિયાદ મળતાં તેનું ઇનપુટ મંગાવવામાં આવ્યું છે. તે મળ્યે જરૂર જણાશે તો જરૂરી પગલાં લેવાશે. પી.એમ.પટેલ, ડીવીઝનલ કંટ્રોલર, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...