તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 વર્ષથી ચાલે છે બાળકો દ્વારા સંચાલિત બાલ સેના બચત બેંક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાળ સેનાના ઉપક્રમે સમાજમાં છેડાના વર્ગના અને વંચિત બાળકો પોતાની બચત બેંક પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી ચલાવી રહ્યા છે અને લગભગ 14,45,338 જેવી રકમ બાળકોએ બચત કરી છે અને તેમાંથી પોતાની જરૂરિયાત માટે રૂપિયા 13,90, 495ની રકમ ઉપાડી છે હાલમાં 12 વિસ્તારમાં બચત પ્રવૃત્તિ ચાલે છે અને 435 બાળકો તેના સભ્યો છે.

વંચિત વિસ્તારોમાં નાના બાળકોએ પોતે બચત પ્રવુત્તિ સ્વયં શરૂ કરી ઘરમાંથી વાપરવા માટે મળતી નાની રકમ કે કોઈ સગા સંબંધી તરફથી મળેલી આ રકમ બાળકો ભેગી કરે અને શૈશવના કાર્યકરોની મદદ મળતાં વ્યવસ્થિત રીતે પાસબુક અને વિસ્તારના રજીસ્ટર બચત પ્રવૃત્તિનો આરંભ કર્યો ટીપે ટીપે સરોવર ભરાય તેમ બાળકો કરકસરનું મૂલ્ય શીખવ્યું છે.

આ માટે સ્ટેટ બેંક �ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કર્મચારી અગ્રણી જનાર્દનભાઇ એ ટેકો કર્યો હતો અને સ્ટેટ બેંકમાં બાળકોની આ પ્રવૃત્તિનું ખાતું ખોલ્યું હતું શૈશવના કાર્યકર અનેક વિસ્તારોમાં બાલ સેના ની ટીમ ના અગ્રણી બાળકો દ્વારા આ પ્રવૃત્તિનું સંચાલન થાય બાળકો પૈસાની બચત દસ રૂપિયા જમા કરાવે અને જેમને જરૂરી છે તે�ઓ તે જરૂરિયાત મુજબ ઉપાડતા જેનું ફોર્મ ભર્યા તે�ઓને ઉપાડની રકમ ઘર આંગણે મળે આ જમા મળેલ બચતનો સરવાળો કરી સ્ટેટ બેંકમાં જમા કરાવવામાં આવે બચત પ્રવૃત્તિની સીધી અસર એ થઈ કે કેટલા બધા બાળકોનો અભ્યાસ નિયમિત થઈ ગયો આર્થિક મૂંઝવણ ના લીધે અભ્યાસ છોડતા બાળકો સ્વમાનભેર પોતાની બચતમાંથી પોતાનો અભ્યાસ કરી રહ્યા છે

કુસુમની સમસ્યા બચત બેંકે દૂર કરી
કુસુમને ધોરણ 11માં અભ્યાસ કરવો હતો શાળા ઘણી દૂર હતી દરરોજ રીક્ષા કે બસ ભાડા પરવડે નહીં કરવું શું પોતાની બચતની રકમ ઉપાડી સાઈકલની ખરીદી કરી તો વળી બેનને શાળામાં મોડું થતું હતું અને તેથી સમયસર ન ભરે તો નામ કમી થાય તેમ હતું ઘરમાંથી સગવડ થાય તેમ ન હતું મમ્મી મૂંઝવણમાં હતા ત્યાં જસ્મીને મમ્મીને કહ્યું કે તું ચિંતા ન કર મારી બચત રકમ છે તેમાંથી ફી ભરી દઈએ એ ભરાઈ ગઈ અને આજે પણ અભ્યાસ શરૂ છે. યશપાલ હોય કે રોહન આવા તો અનેક િકસ્સા બચતબેંકના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો