તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમ સંબંધની ના પાડતા છાત્રા પર છરી વડે હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભાવનગરના હાદાનગરની યુવતી સાથેની ઘટના

ભાવનગર | ભાવનગર શહેરમાં રહેતી યુવતી આજે ધોરણ 12ની પરિક્ષા અાપીને ઘરે જતી હતી તે દરમિયાન તેના મિત્રએ તેને છરી મારી દેતા તેણીને સારવાર્થે સર.ટી.હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે મળતી વિગત મુજબ શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી આરતીબેન મનસુખભાઇ ઠક્કરને વિશાલ મકવાણા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હોય અને બાદમાં તેણે તેને પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા વિશાલે આજે તેણી ધોરણ 12નો પેપર આપીને ઘરે જતી હતી તે દરમિયાન તેને છરી મારી દેતા તેને સારવાર્થે ભાવનગર સર.ટી.હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. ઘટના અંગે જાણ કરાતા ડી ડીવીઝન પી.એસ.આઇ એસ.પી.અગ્રાવત સહિતનો કાફલો સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો