તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમ પ્રકરણે થયેલ હત્યા મામલે મદદગાર આરોપી ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં કુમુદવાડી વિસ્તારમાં આવેલા રામજી મંદીર નજીક રહેતા યુવકનુ ગત મોડી રાત્રે કારમાં અપહરણ કરી ઇસ્કોન કલબ જવાના રસ્તે લઇ જઇ તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી જેની સઘન પુછતાછના આધારે નાસી ગયેલ અન્ય એક શખ્સની પોલીસે આજે સવારે તેના ઘર પાસેથી ઝડપી લઇ બન્નેને કોર્ટ હવાલે કરાતા કોર્ટે બન્નેના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. કુમુદવાડીમાં રામજી મંદીર પાસે પ્લોટ નંબર-41/એમાં રહેતા ...અનુસંધાન પાના નં.11

માં રહેતા સંજયભાઇ ધનજીભાઇ મેર(ઉ.વ.27) ને ફૂલસર ખાતે રહેતી શીતલ નામની યુવતી સાથે પ્રેમ સબંધ હોય અને તે યુવતીને અન્ય એક યુવક મેહુલ ઉર્ફે કાનો સોંડાભાઇ બાબરીયા સાથે પણ પ્રેમ સબંધ થયો હતો. જેથી બન્ને પ્રેમીઓ વચ્ચે વારંવાર બોલાચાલી થતી. તા.11ના રાત્રે મેહુલે ફોન કરી સંજયને બોરતળાવ નજીક બોલાવી કારમાં અપહરણ કરી ઇસ્કોન કલબ તરફ જવાના રસ્તે લઇ ગયા બાદ ત્યાં તેના ઉપર તીક્ષણ હથિયારના ઘા મારી તેની હત્યા કરી બન્ને શખ્સો નાસી છુટયા હતા. બનાવ અંગેની પોલીસને જાણ કરાતા સીટી ડીવાયએસપી તથા ડી.ડીવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં મૃતકના ભાઇ ધર્મેન્દ્રભાઇ ધનજીભાઇ મેર એ પોતાના ભાઇની હત્યા થયાની ફરિયાદમાં નોંધતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી મેહુલ બાબરીયાની રાત્રે જ ધરપકડ કરી લોક અપ હવાલે કર્યો હતો. બાદમાં તેની સઘન પુછતાછ ના આધારે હત્યામાં મદદગાર અન્ય આરોપી ગોવિંદ સારાભાઇ ડાંગર (ઉ.વ.20 રહે ફુલસર કર્મચારી નગર ખારા)ને પોલીસે આજે સવારે ઝડપી લઇ બન્નેને કોર્ટમાં રજુ કરી તેના રિમાન્ડ માંગતા કોર્ટે બન્નેના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

જ્યારે તપાસનીશ અધિકારી સાથે વાતચીતમાં જાણવા મળ્યુ હતુ કે આરોપી ગોવિંદની પુછતાછ કરતા તેણે જણાવ્યુ હતુ કે તેણે મૃતકને પકડી રાખી હત્યામાં મેહુલની મદદગારી કરી હતી ઉપરાંત અપહરણ કરીને લઇ જતી વખતે વાહન પણ તેના દ્વારા ચલાવવમાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...