મહારાષ્ટ્રમાં ગોવા ખાતે ગ્રૃપ ડાન્સમાં ભાવેણાની ક્રાઇસ્ટ સ્કૂલના કલાકારોએ મેળવ્યો નંબર 1

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : તાજેતરમાં ઇન્ડિયન આર્ટ કલ્ચરલ સોસાયટી તથા શ્રી ડાન્સ એકેડમી સોલાપુર મહારાષ્ટ્ર દ્વારા આયોજિત આઠમી ઓલ ઇન્ડીયા ડાન્સ કોમ્પીટીશન 30 એપ્રિલ થી 1 મે ના યોજાઈ ગઈ જેમા ભાવેણાની સ્કૂલે મેદાન માર્યુ હતુ અને કલાકારોએ કમાલ કરી ભાવેણાનુ નામ ગુંજતુ કર્યુ હતુ.

12 રાજ્યોના અલગ-અલગ 215 પર્ફોમન્સમાં ક્રાઇસ્ટ સ્કૂલના કલાકારો શુકલ આકાંક્ષા, તલાવિયા જાન્હવી, રાઠોડ પાર્થ, બારૈયા કેવીન, હીરાણી હર્ષિલ, ગોહિલ મયરાજસિંહ, શેખ નઈમ તુલ્લાએ ભાગ લઇ કુલ 350 કલાકારોમાં ઓલ ઇન્ડિયા લેવલ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી એવોર્ડ મેડલ તથા પ્રમાણપત્ર સાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થાઈલેન્ડ જવા માટે પસંદગી પામી કલાનગરીના કલાકારોએ ક્રાઇસ્ટ સ્કૂલનું નામ ગાજતું કર્યું છે ક્રાઈસ્ટ સ્કૂલના ઇન્દ્રજીતસિંહ ઝાલાએ કલાકારોને સતત પ્રેક્ટિસ કરાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જવા માટે તૈયાર કર્યા હતા તેમજ સહાયક તરીકે સ્નેહા ઝાલા એ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...