તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચમારડીમાં ST મજદૂર સંઘની વાર્ષિક સભા સંપન્ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ જિલ્લામાં ચમારડી થાપનાથ મહાદેવ ખાતે ભાવનગર ST મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિયના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયેલ જેમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રદિપસિંહ ગોહિલ, પ્રદેશ કોષાધ્યક્ષ બી.એસ.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રહલાદસિંહ ગોહિલ, અમરેલી મહામંત્રી અને ભાવનગરના પ્રભારી વિક્રમસિંહ ગોહિલ તેમજ પાલનપુર વિભાગના પ્રમુખ મહેશ ભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહેલ. ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ તરીકે કનકસિંહ ગોહિલની અને કાર્યકારી પ્રમુખ તરીકે પ્રહલાદસિંહ ગોહિલ તેમજ બાબુભાઈ તલસાણીયા અને મહામંત્રી તરીકે દિલજીત સિંહ જાડેજા એજીએસ તરીકે હસનભાઈ સહેલીયા કોષાધ્યક્ષ તરીકે પ્રવિણસિંહ ચુડાસમા સંગઠન મંત્રી શરદભાઈ દવે, સ્થાનિક મંત્રી તરીકે દિલીપભાઈ શિયાળની વરણી સર્વાનુમતે કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો