તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુરોપીયન યુનિયન દ્વારા અલંગ યાર્ડનો ટૂંક સમયમાં સ્વીકાર થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુરોપીયન કોમ્યુનિટી શિપ ઓનર્સ એસોસિએશનનું 24 પ્રતિનિધિઓની સત્ય શોધક સમિતિ (ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી)ની ત્રિદિવસીય મુલાકાત દરમિયાન તેઓએ નોંધ્યુ હતુ કે, અગાઉની સરખામણીએ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ખાસ્સા સુધારા થયા છે અને અહીં વ્યવસાયની અનેક તકો ઢબૂરાયેલી પડેલી છે.

માર્ટિન ડોર્સમેન (જનરલ સેક્રેટરી, યુરોપીયન કોમ્યુનિટી શિપ ઓનર્સ એસો.)એ સૌરાષ્ટ્ર સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યુ હતુકે, અમે લોકોએ વર્ષ 2016માં અલંગની મુલાકાત લીધી હતી, તેની સરખામણીમાં હાલ ખૂબ જ સારા અને નોંધનીય સુધારાઓ થયા છે. અમુક યાર્ડ જડપથી સુધારાઓ સ્વીકારી રહ્યા છે, યાર્ડ સીમેન્ટ કોંક્રિટના છે, કાર્ય પધ્ધતિ અને સ્થિતિ પણ સારી જોવા મળી રહી છે. અમે લોકો ઇચ્છી રહ્યા છીએ કે, ખૂબ જડપથી ભારતના અલંગ શિપબ્રેકિંગ યાર્ડને યુરોપીયન યુનિયનના લિસ્ટમાં સ્થાન મળશે.

24 પ્રતિનિધિઓની સત્ય શોધક સમિતિનો અહેવાલ અમે ટુંક સમયમાં યુરોપીયન યુનિયનને સોંપીશુ. જે કોઇ નાના સુધારાઓની આવશ્યક્તા છે તેનો રીપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અમને આશા છે કે, ભારત દ્વારા જડપથી તેની પૂર્તતા કરવામાં આવશે એમ માર્ટિને ઉમેર્યુ હતુ.

ગુજરાત મેરિટાઇમ બોર્ડના ડે.જનરલ મેનેજર અતુલ શર્માએ અલંગમાં જાઇકાનો પ્રોજેક્ટ બે-ત્રણ વર્ષમાં પૂર્ણ કરવા અંગે, અલંગમાં નવી સવલતો સામેલ કરવા અંગે પ્રેઝન્ટેશન આપ્યુ હતુ અને બીચિંગ મેથડ અંગેના એનજીઓના પ્રશ્નોના ઉત્તર વાળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો