તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

...તો ભાવનગર જિલ્લાના બધા વ્યવસાયો મૃત્યુશૈયામાં ધકેલાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા વટહુકમને કારણે ઉદ્યોગ-ધંધાની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. હાલ આ વટહુકમમાં રહેલી અસમંજસતાઓ અને વિસ્તૃત સમજણ ઉપલબ્ધ નહીં હોવાને કારણે નાણા ધીરનારા લોકો વ્યવસાયકારોથી અંતર રાખી રહ્યા છે જે ગંભીર બાબત ગણી શકાય છે.

અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ અંગેનો વટહુકમ રાષ્ટ્રપતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે જેમાં 21મી ફેબ્રુઆરીથી કોઇપણ સમજૂતી તળે ડિપોઝિટ ધંધા તરીકે સ્વીકારવામાં આવે અને જે રેગ્યુલેટેડ સ્કીમના વર્તુળમાં આવે નહીં તેવી તમામ સમજૂતીને આ વટહુકમ લાગુ પડી શકે છે. આ વટહુકમ કોઇપણ વ્યક્તિ, એચયુએફ, કંપની, ટ્રસ્ટ, ભાગીદારી પેઢી, એલએલપીને લાગુ પડી રહ્યો છે. ડિપોઝિટની વ્યાખ્યા ખૂબજ વિસ્તૃત છે અને દરેક પ્રકારના લોન - એડવાન્સને આવરી લે છે. વટહુકમના પ્રારંભિક અર્થઘટન મુજબ દરેક લોન અને એડવાન્સને ડિપોઝિટ ગણવામાં આવી છે. ભાવનગર જિલ્લાના શિપબ્રેકિંગ, હીરા, પ્લાસ્ટિક, રી-રોલિંગ મિલ, રીઅલ એસ્ટેટ, કન્સ્ટ્રકશન સહિતના વ્યવસાયોમાં ધંધાની ચાલક અાર્થિક વ્યવસ્થામાં અનસિક્યોર્ડ ડિપોઝિટથી જ ગાડું ચાલે છે.

એક્સપર્ટ ઓપિનિયન : ઉદ્યોગો મુશ્કેલીમાં આવે
અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ અંગેનો વટહુકમ તા.21મી ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયો છે, અને તેની વિસ્તૃત સમજણ ઉપલબ્ધ નહીં હોવાને કારણે હાલ ડિપોઝિટરો ઉદ્યોગોને નાણા ધીરવાથી અંતર રાખે છે તેના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં આવી શકે છે. વટહુકમમાં 1થી 10 વર્ષની સજાનું પ્રાવધાન રાખવામાં આવ્યુ છે, અને હાલ કોઇ સરળ સમજણ ઉપલબ્ધ નહીં હોવાથી તમામ લોકો સાવચેતી રાખી રહ્યા છે અને વ્યવસાયોમાં નાણા ધીરવાથી ડરી રહ્યા છે. ભરતભાઇ શેઠ, ભાવનગર ટેક્સ કન્સલટન્ટ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો