તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર રેલવેના તમામ સ્ટેશનોએ વાઇફાઇ સુવિધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 10 એપ્રિલ

રેલટેલ દ્વારા ભારતભરમાં 1600 રેલવે સ્ટેશનો પર વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ તેમાં ભાવનગરને અન્યાય થયો છે. અલબત્ત ભાવનગર રેલવેનું કહેવું એમ છે કે ભાવનગર ડીવીઝનના બધા જ સ્ટેશનોએ આગામી ટૂંક સમયમાં વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ બનશે. જો કે અત્યારે તો માત્ર 12 સ્ટશનો પર જ વાઇફાઇ સુવિધા છે.

ભાવનગર રેલવેના ડીઆરએમ રૂપા શ્રીનિવાસને કહ્યું કે ભાવનગર ડીવીઝનમાં આગામી ટૂંક સમયમાં વાઇફાઇ સુવિધા વધશે. ભાવનગર રેલવેના ડીવીઝનલ સિગ્નલ એન્ડ ટેલીકોમ્યુનિકેશન એન્જીનિયર - ડીએસટીઇ - અખિલેશ મિશ્રાએ કહ્યું કે ભાવનગરમાં અગાઉ 3 સ્ટેશનોએ વાઇફાઇ સુવિધા અપાયા બાદ માર્ચ મહિનામાં 9 સ્ટેશનોએ વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વાઇફાઇ સુવિધા ધરાવતા સ્ટેશનોમાં ભાવનગર ટર્મિનસ, વેરાવળ, સણોસરા, વિરપુર, જેતલસર, સાવરકુંડલા, રાજુલા સિટી, કેશોદ, ઢસા, નિગાળા, અમરેલી અને રાણપુર સ્ટેશનનો સમાવેશ થાય છે. આગામી ટૂંક સમયમાં ભાવનગરના તમામ 95 રેલવે સ્ટેશનોને વાઇફાઇ સુવિધા પૂરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...