તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરનું તમામ પોલીસતંત્ર વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર¿ ભાવનગર ¿ 17 એપ્રીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિમાન મારફત આવતીકાલે ભાવનગર એરપોર્ટ ઉપર આવશે.અને ત્યાંથી હેલીકોપ્ટર દ્વારા અમરેલી જાહેર સભાને સંબોધવા જશે.અમરેલીથી હેલીકોપ્ટર મારફત પરત ફરી ભાવનગર એરપોર્ટથી સ્પેશીયલ વિમાનમાં બેસી કર્ણાટક રાજયમા ચુંટણી પ્રચાર્થે જશે.ત્યારે આજથીજ ભાવનગરની અડધી પોલીસ એરપોર્ટ ઉપર અને અડધી પોલીસ અમરેલી ખાતે બંદોબસ્તમા જોડાય હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દેશના વડાપ્રધાન મોદી આવતીકાલે અમરેલીમાં યોજાનાર જાહેર સભાને સંબોધવા માટે આવનાર છે. પર઼તુ અમરેલીમા એરપોર્વિટની સુવીધા ન હોવાથી તેઓ વિમાન માર્ગે ભાવનગર એરપોર્ટ પર આવવાના છે.અને ભાવનગર એરપોર્ટથી હેલીકોપ્ટર મારફત અમરેલી જશે.અને અમરેલી જાહેરસભા સ઼બોધી પરત હેલીકોપ્ટર મારફત ભાવનગર એરપોર્ટ પર આવી વડાપ્રધાનના ખાસ વિમાનમાં તેઓ કર્ણાટક રાજયમા ચુંટણી પ્રચાર્થે જવા રવાના થશે.

ભાવનગર એરપોર્ટ પર પીએમ આવનાર હોય આજથી જ ભાવનગરના પાંચેય ડીવીઝનના અધીકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ અને એલસીબી,એસઓજી તથા આરઆર સેલનો તમામ સ્ટાફ એરપોર્ટ પર ભાવનગરની અડધી પોલીસને બંદોબસ્તમાં તૈનાત કરી દેવાય છે. તો અમરેલી ખાતે પણ આજથી જ ભાવનગરની બાકીની પોલીસ બંદોબસ્ત માટે રવાના કરાતા હાલ ભાવનગર શહેરના પાંચેય પોલીસ સ્ટેશનોમા એકલ દોકલ પોલીસ સ્ટાફ હાજર હોવાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...