દારૂ ભરેલુ સ્કુટર ઝડપાયું આરોપી ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | ડી.ડીવીજન પોલીસ સ્ટાફ ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા તે વખતે કુમુદવાડીના નાકે પહોંચતા મળેલી ચોકકસ બાતમી આધારે ચિત્રા શાંતીનગર માં રહેતો શરદ લીંબાભાઇ ચિત્રા મામાના ઓટલા પાસે પોતાના મેઝીક સ્કુટરમા વિદેશી દારુની હેરાફેરી કરે છે. જે અંગે રેઇડ કરતા સ્કુટર મુકી આરોપી નાસી ગયેલ. પોલીસે બે પેટી દારૂ નંગ-24 તથા સ્કુટર મળી કુલ રૂ.22.00 ની મતા કબ્જે કરી હતી.

ક.પરા માંથી વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગર શહેરના ક.પરામાં રહેતા ગોપાલ ઉર્ફે કુકડી દિલીપભાઇ બારૈયાને ક.પરા હેઠાણ ફળી માંથી વિદેશી દારૂની રૂ.7200ની કિંમતની 24 બોટલો સાથે સીડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...