તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલંગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધુ સ્પર્ધાનો સામનો કરવો પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલંગ શિપબ્રેકિંગ યાર્ડને છેલ્લા ઘણા વર્ષોથી બાંગ્લાદેશનું શિપબ્રેકિંગ ક્ષેત્ર અાકરી સ્પર્ધા આપી રહ્યું છે, તેવા અરસામાં બાંગ્લાદેશમાં હવે વધુ એક શિપબ્રેકિંગ ક્ષેત્ર આકાર લઇ રહ્યું છે, તેનાથી અલંગના ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય બજારમાંથી જહાજની ખરીદી કરવાનું તમામ સ્તરે ભારે પડી શકે તેમ છે.

બાંગ્લાદેશના સિતાકુંડા ખાતે શિપબ્રેકિંગ ક્ષેત્રે હયાત છે, અને તેઓના દેશની સ્ટીલની કુલ માંગના 40 ટકા સ્ટીલ આ શિપબ્રેકિંગ ક્ષેત્રમાંથી મળી આવે છે, બાંગ્લાદેશમાં સ્ટીલના કાચા માલ તરીકે શિપબ્રેકિંગ પર સૌથી મોટો અાધાર રાખવામાં આવે છે. તેના કારણે બાંગ્લાદેશના શિપબ્રેકરો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાંગવા માટે ઉપલબ્ધ થતા જહાજો પૈકી માલપાણી વાળા, સારા, મોટા જહાજો ભારતની સરખામણીએ વધુ ભાવ આપીને પણ તેઓ ખરીદી જાય છે.

બાંગ્લાદેશમાં શિપબ્રેકિંગને મળી રહેલા પ્રોત્સાહનથી દક્ષિણ કોરિયાની ઝેનટેક એન્જિનિયરિંગ અને બાંગ્લાદેશની કંપનીઓ દ્વારા બરગુનાના તાલતાલી દરિયાકાંઠા પર પસંદગી ઉતારવામાં આવી છે. આશરે 1300 કરોડ ટાકાના ખર્ચે શિપબ્રેકિંગ પ્રોજેક્ટ આકાર લેનાર છે. તેના માટે 105 એકર જમીન ઓળખી લેવામાં આવી છે અને પર્યાવરણને કોઇપણ જાતનું નુકસાન ન થાય તેવી રીતે એક સાથે 16 મોટા કદના જહાજો આરામથી ભાંગી શકાય તેવું યાર્ડ બનાવવામાં આવી રહ્યું છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજો ભાંગવા માટે જે સરકારી પ્રક્રિયાઓનો સામનો કરવો પડે છે તેનાથી અડધી પ્રક્રિયાઓ અને સરકારી બાબુઓની ઓછી કનડગતથી શિપબ્રેકિંગ બાંગ્લાદેશમાં થઇ રહ્યું છે જેની સીધી અસર તેઓની ઉત્પાદન પડતર કિંમત પર પડે છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાંથી બાંગ્લાદેશના શિપબ્રેકરો અત્યારે પણ અલંગને ખૂબ જ હરિફાઇ આપી રહ્યા છે. તેઓને સ્ટીલ મોંઘા ભાવે સ્થાનિક બજારમાં ખપી રહ્યું હોવાથી મોંઘા ભાવે જહાજ ખરીદવા પણ તેઓને પરવડે છે. જો કે બાંગ્લાદેશમાં સલામતી અંગેના કોઇ ખાસ પગલાઓ ભરવામાં આવી રહ્યા નહીં હોવાથી અવાર નવાર ત્યાં અકસ્માતો બનતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...