તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદી બાદ 1951ની ભાવનગર ધારાસભાની ચૂંટણી રસપ્રદ બનેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
26મી જાન્યુઆરી 1950માં આઝાદી આવ્યા પછીનો 50થી 60નો દસકો ગુજરાત અને ભારત બંને માટે ઘણા ઐતિહાસિક બનાવોથી ભરેલો છે. સૌપ્રથમ 1951ની સૌરાષ્ટ્ર રાજ્યની ધારાસભા તેમજ દેશની પાર્લામેન્ટની ચૂંટણી હતી તેમાં ભાવનગર વિભાગની ધારાસભા માટે સ્વામિરાવ (સરદાર પૃથ્વીસિંહજી) ભાવનગર પ્રજા પરિષદ સામે ઊભા હતા અને લોકસભામાં શ્રી જાદવજી મોદીની સામે પ્રિન્સિપાલ શ્રી શહાણી તેમજ દિલ્હીથી આવેલા શ્રીકૃષ્ણાલાલ શ્રીધરાણી ઊભા રહ્યા હતા. પરંતુ ચૂંટણી પુરી થઈ કે તરત જ સૌરાષ્ટ્ર રાજ્યના મંત્રીમંડળે ફી વધારો ઝીંકતા મોટુ આંદોલન થયું હતું. અનેક િવદ્યાર્થી આગેવાનો આ આંદોલનમાંથી રાજકીય અગ્રણીઓ બન્યા હતા. જેમાં રાજકોટના શ્રીઅનાિમક શાહ (જેઓ તે પછીથી ગુજરાત િવદ્યાપીઠના આચાર્ય બન્યા હતા. જ્યારે ભાવનગરમાં શ્રી બાલકૃષ્ણ આસ્તિક, શ્રી મનુભાઈ વ્યાસ, રાજકિય અગ્રણી રાજેન્દ્ર ગાંધી વગેરે બન્યા હતા. મંત્રી મંડળે ફેરફાર કરીને આ આંદોલન બંધ કરાવ્યું હતું. હજુ તો િવદ્યાર્થી આંદોલનને એક વરસ નહોતુ થયુ ત્યાં 1953માં વેપારીઓ પર સેલ્સટેક્ષનો કાયદો આવતા સૌરાષ્ટ્રના વેપારીઓએ મોટો વિરોધ કર્યો હતો. અને આંદોલનને કારણે કેટલાક અગ્રણી વેપારીઓ શ્રીફુલચંદભાઈ તંબોળી, શ્રી પ્રભુદાસ રામજી જેવા મોટા ગજાના વેપારીઓ જેલમાં ગયા હતા. અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના તે વખતના પ્રમુખશ્રી માસુમઅલીભાઈ મર્ચન્ટે રાજીનામુ આપ્યું હતું અને આખા રાજ્યમાં ભારે મોટુ રાજકીય વાતાવરણ ઊભુ થયું હતું. જેમાં રાષ્ટ્રીય નેતા શ્રી સુચેતા કૃપલાણીએ પણ આખા રાજ્યનો પ્રવાસ કર્યો હતો. તેને કારણે રાજ્યમાં કોંગ્રેસ સામે વિરોધ વધ્યો હતો. તે સમયે ભારતમાં લોકસભાની ચૂંટણીને કારણે અને સરદાર પટેલના અવસાન પછી પણ કોંગ્રેસમાં ભાગલા પડ્યા હતા. અને આચાર્ય ક્રિપલાણીએ અને શ્રી પરશોત્તમદાસ ટંડને નવી પાર્ટી કિસાન મઝદૂરપ્રજા પક્ષ (KMPP) બનાવી હતી. જે પાછળથી જયપ્રકાશ નારાયણના સમાજવાદી પક્ષ સાથે મર્જ કરીને દેશમાં પ્રજા સમાજવાદી પક્ષ બન્યો હતો.

પંડિત શ્રી નહેરૂ થોડા ડાબેરી િવચારધારાના હોવાથી તેમણે શ્રી જયપ્રકાશ નારાયણ અને તેના પક્ષને સરકારમાં જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું. અને કેટલાક મુદ્દાઓની ચર્ચાઓ પણ થઈ હતી. શ્રી નેહરૂના પ્રધાનમંડળને બધા મુદ્દાઓ સ્વીકાર્ય નહોતા તેથી વાટાઘાટો પડી ભાંગી હતી. પરંતુ પ્રધાનમંડળે તે વખતે ઊભા થયેલા વાતાવરણને કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનું રાષ્ટ્રીયકરણ પણ કર્યું હતું.

સૌરાષ્ટ્ર રાજ્યે ફી વધારો ઝીંકતા આંદોલન થયેલું
ભાવેણાનો

ઋણાનુબંધ

પ્રતાપભાઇ શાહ

તંત્રી, સૌરાષ્ટ્ર સમાચાર

#મારા સંસ્મરણો અને કેટલાક મિત્રો સાથેની ચર્ચામાંથી આ લેખ તૈયાર થયો હોવાથી હકીકત દોષ હોઈ શકે. આ ઈતિહાસ માટેની માહિતી છે.Áસંપાદક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો