ચાર દિવસ ગરમીમાં ઘટાડા બાદ આખરે તાપમાન વધ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનો મુખ્ય ગણાતો વૈશાખ માસ ચાલતો હોવા છતાં પવનના સૂસવાટાને લીધે છેલ્લા ચાર દિવસથી ભાવનગરમાં તાપમાનમાં સતત ઘટાડો થતો હતો તેમાં આખરે આજે બ્રેક લાગી છે. ભાવનગરનું આજે મહત્તમ તાપમાન 0.8 ડિગ્રી વધીને આજે 36.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આજે શહેરમાં પવનની ઝડપ 2 કિલોમીટર વધીને 34 કિલોમીટર થઇ જતાં સાંજે તો પવનના સૂસવાટાથી ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો.

ભાવનગર શહેરમાં મે માસ અને વૈશાખ માસનું જોડાણ હોવા છતાં ગરમી જામતી નથી. જો કે આજે તાપમાન વધ્યું હતુ. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 0.4 ટકા ઘટીને 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 33 ટકા નોંધાયું હતુ જે ગઇ કાલે વધીને 45 ટકા થઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...