તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નનુ ડેકોરેશન પુરુ કરી મોડી રાતે સુતેલા યુવાને ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સવારે 5-00 વાગ્યે મે સંજયની રૂમનો દરવાજો ખોલ્યો અને અંદરનુ દ્રશ્ય જોઇ મારાથી રાડ નીકળી ગઇ. અને ઘરના બધા એકદમ દોડી આવ્યા. કારણ રૂમમા મારા દીકરા સંજયની લાશ લટકતી હતી.આ શબ્દો છે મૃતક સંજયભાઇના પિતા હિંમતભાઇ રવજીભાઇ મકવાણા જણાવેલ કે, સંજય મોડી રાત્રે 3-00 વાગ્યે સુવા ગયેલ સંજયને શુ સુઝયું કે તેણે ફાંસો ખાઇ લીધો હતો.ભાઇ મારા મોટા દીકરા સંજયે શા કારણથી આવુ પગલુ ભર્યુ તેની મને કે મારા પરિવારને ખબર નથી. હા લગ્ન પ્રસંગ હોય અમે પરિવારજનો તેની તૈયારીમા હતા.તે વખતે તેણે મને કહેલુ કે પપ્પા આ વખતે ભાઇના લગ્નમા ડી.જે.લાવવુ છે. અને મે તે વખતે આનાકાની કરી હતી.બસ આટલી જ વાત હતી.પરંતુ તે વાતનુ તેને મનમાય ન હતુ.ઘરમા સોૈથી મોટો દીકરો સંજય પરણીત છે. અને તેને બે બાળકો પણ છે.ભગવાનને જે ગમ્યું તે ખરૂ ω બાકી તો જે કાઇ કારણ હોય તે સંજય તેની સાથે લેતો ગયો છે. આ શબ્દો છે હિંમતભાઇ મકવાણાના જેમણે ચોૈધાર આસુંએ રડતા રડતા વાતચીત કરતા જણાવ્યુ હતુ.

લગ્ન ગીતના બદલે મરશીયા ગવાયા, પરિવારમાં શોક છવાયો: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ક્રાઇમ રીપોર્ટર |ભાવનગર | 25 ફેબ્રુઆરી
શહેરના ઘોઘારોડ પર કૈલાશ સોસાયટીમાં રહેતા હિંમતભાઇ રવજીભાઇ મકવાણાના મોટા પુત્ર સંજયભાઇ એ મોડી રાત્રે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારમા લગ્નનો પ્રસંગ હતો.અને નાનાભાઇના લગ્નની જાન જવાની હતી.

બનાવની મળતી વિગતો મુજબ હિંમતભાઇ રવજીભાઇ મકવાણાને ત્રણ પુત્રો છે. જેમા ત્રીજા નંબરના પુત્રના આવતીકાલે લગ્ન હતા અને જાન જવાની હતી.લગ્ન પ્રસંગ નીમીતે આજે જમણવાર રખાયો હતો.અને લગ્ન પ્રસંગે હિંમતભાઇના ઘરે મહેમાનો આવી ગયા હતા.અને રુડા લગ્ન ગીતો ગવાતા હતા.દરમ્યાન તમામ મહેમાનો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી સંજયભાઇ મકવાણા લગ્ન પ્રસંગે ડેકોરેશનનુ કામ પુરૂ કરી રાત્રે 3-00 વાગ્યે તેની ઘરની રુમમા ગયા હતા.અને વહેલી સવારે 5-00 વાગ્યે પરિવારને તેમણે ફાંસો ખાઇ લીધાની ખબર પડતા સોૈ અવાક બની ગયા હતા. પરિવાર ભાંગી પડયો હતો.આનંદની ઉત્સવ શોકમા ફેરવાય ગયો હતો. બનાવની જાણ થતા બી.ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ.અને સંજયભાઇના મૃતદેહને પી.એમ.માટે મોકલી બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમા આપઘાતનુ કારણ હજુ સુધી જાણવા મળ્યુ઼ ન હોવાનુ જણાવાયુ હતુ.

ફસ્ટ પર્સન...
દિકરાને દોરડા સાથે લટકતો જોઇ પિતાની રાડ નિકળી ગઇ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો