તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયોલોજિકલ ક્લોક સાચવવાથી બોર્ડના છાત્રોને ફાયદા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ ર્બોડ દ્વારા લેવાનારી ધો.10 અને ધો12ની પરીક્ષાને માંડ આઠ દિવસ બાકી છે ત્યારે વાંચવા-લખવાનું ટેન્શન, ઉજાગરા, અનિયમિત ખોરાક વિ.ને પરિણામે પરીક્ષાર્થીના શરીરની બાયોલોજિકલ કલોક ડિસ્ટર્બ થતી હોય છે. આ ફેરફાર ન થાય અને ર્બોડની પરીક્ષા સુધી બાયોલોજિકલ ક્લોક સાચવવી હિ‌તાવહ છે.

ઘણા પરીક્ષાર્થી તો પહેલા પૂછશે બાયોલોજિકલ ક્લોક વળી કઈ બલા છે ω આનો જવાબ એ છે કે આપણું શરીર એક રોજિંદી ઘરેડથી ટેવાયેલું હોય છે એટલે કે સવારે 12.15 કલાકે જમવું, બપોરે એક કલાક આરામ, રાત્રે 8.15 કલાકે ખાવું, દરરોજ સાત કલાકની ઊંઘ વિ. વિ. આ ઘટમાળ મુજબ દિનચર્યા ચાલતી રહે તો બાયોલોજિકલ ક્લોક સચવાઈ ગયેલી ગણાય. પરંતુ ર્બોડની પરીક્ષા નજીક આવે ત્યારે વાંચવા લખવા માટે વધુ કલાકો ફાળવવામાં આરામ કે ઊંઘના કલાકોમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, તેથી ખાણી-પીણીનું શેડયુલ પણ ડિસ્ટર્બ થાય છે.

પરીક્ષાર્થીની બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થવાથી સ્વભાવ ચિડીયો થઈ જાય છે, યાદશક્તિ પણ ઓછી થઈ જાય છે, ભૂખ લાગતી નથી વિ. લક્ષણો જોવા મળે છે. માટે જ છેલ્લા દિવસોમાં પણ વાંચન-લેખન વચ્ચે રિલેક્સ થવાનો સમયગાળો અચૂક રાખવો જોઈએ. દરેક વિદ્યાર્થીની બાયોલોજિકલ ક્લોક અલગ-અલગ રીતે સેટ થયેલી હોય છે તે રીતે જ છેક છેલ્લે સુધી વાંચવું-લખવું જરૂરી છે.

આમ 7મી માર્ચથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષામાં આડેધડ મહેનતને બદલે આયોજન કરી મહેનત કરવી જોઈએ.

કેવી રીતે જાળવશો બાયોલોજીકલ ક્લોક ω
À વાંચન-લેખનનું સમયપત્રક જાળવી રાખવું

À સૂવા અને ઉઠવાનો સમય નિ‌શ્ચિ‌ત રાખી, છ કલાકની ઊંઘ તો અચૂક લેવી જ

À અડધી રાત્રે કે મનફાવે ત્યારે વાંચવા-લખવાની ટેવ રાખવી નહીં

À કોઈ એક વિષયને આખો-આખો દિવસ ન ફાળવો

À કંટાળો આવે તો રિલેક્સ થવાનું રાખો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો