તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાંસો ખાતા ફૂલસરના યુવાનનું અને કુંભારવાડાના આધેડનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 7 જાન્યુઆરી

શહેરના કુ઼ંભારવાડામાં રહેતા સસરાએ જમાઇનાં મૃત્યુંથી તેના વિરહમાં જયારે ચિત્રા-ફૂલસર ખાતે રહેતા યુવાને ફાંસો ખાતા જયારે પાલીતાણા તાબેના જમણવાવની મહિલા રસોઇ બનાવતા દાઝી જતા અને માથાપર પથ્થર પડતા તળાજાના વિધાર્થી સહીત ચારના મોત નીપજયા હતા.જયારે રવીવારે જવેલ સર્કલ પાસે થયેલ અકસ્માતમા મૃત્યુ પામેલ યુવાનની આજે �\\\"ળખ થઇ હતી.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢીયારોડ પર રહેતા નાનજીભાઇ રામજીભાઇ બારૈયા (ઉ.વ.50 ) ના જમાઇ કીશોરભાઇ થોડા દિવસો પુર્વે મૃત્યું પામ્યા હતા.તેમના વિરહમા વ્યથીત સસરા નાનજીભાઇએ ફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

જયારે શહેરના ચિત્રા-ફૂલસર વિસ્તારમાં રહેતા અલ્પેશભાઇ રમેશભાઇ બારૈયા ( ઉ.વ.21 ) એ પોતાના ઘરે ફાંસો ખાઇ લેતા મૃત્યુ઼ થયુ હતુ. તેમજ પાલિતાણતાના જમણવાવ ગામે રહેતા શિલ્પાબેન અશોકભાઇ રાઠોડ ( ઉ.વ.28 ) ગત તા.2/1 ના રોજ પોતાના ઘરે રસોઇ બનાવતા હતા. તે વખતે અકસ્માતે દાઝી જતા સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પીટલમા ખસેડાયા હતા. જેમનુ સારવાર દરમિયાન આજે મોત નીપજયુ હતુ. જયારે તળાજા તાલુકાના ટીમાણા ગામે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિલન મુળશંકરભાઇ પંડયા ( ઉ.વ.15 ) કે જે ટીમાણામા આવેલ સુમન સ્કુલમા અભ્યાસ કરે છે. તે શાળા પ્રવાસમાં હાલોલ સ્ટુડીયોમા નીરીક્ષણ દરમિયાન અકસ્માતે તેના માથા પર પથ્થર પડતા અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયુ હતુ. જયારે ગઇકાલે શહેરના જવેલ સર્કલ પાસે થયેલ અકસ્માતમા અજાણ્યા યુવાનનુ મોત નીપજયુ હતુ. જેની �\\\"ળખ થતા આ હતભાગી યુવાનનુ નામ અલ્પેશભાઇ જોધાભાઇ શીયાળ (રહે.શકિતનગર,ટોપ થ્રી સર્કલ પાસે ) હોવાનુ ખુલવા પામ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...