પાલિતાણામાં ઉપધાન તપની આરાધનાનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામ પાલિતાણામાં તળેટી રોડ પર આવેલ નંદપ્રભા પરીસર તથા સલોત જગજીવન ફૂલચંદ જૈન ધર્મશાળા( ભાવનગરવાળા) ખાતે ઉપધાન તપની સુંદર આરાધના થનાર છે.આચાર્ય શ્રીમદ વિજય જિનપ્રભસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પન્યાસ પ્રવર હિંકારપ્રભ વિજયજી ગણિવર્યની નીશ્રામાં આગામી તા.8/10/2019 ના પ્રથમ પ્રવેશથી શરુ થશે.પાલિતાણામાં ઉપધાન તપનો બીજો પ્રવેશ આગામી તા.10/10 ના રોજ અને તા.27/11 ના રોજ મોક્ષમાળનું આયોજન કરાયું છે. ઉપધાન તપ કરવાથી નવકાર મંત્રની વિશીષ્ટ પ્રાપ્તી થાય છે.આરાધનાના આ પ્રસંગને વધાવવા માટે અને જીવનને સફળ બનાવવા માટે ઉપધાન તપમા઼ જોડાનાર તમામ તપસ્વી ભાઇઓ તથા બહેનોએ તેમના ફોર્મ સલોત ધર્મશાળા,નંદપ્રભાની સામે,તળેટી રોડ,પાલિતાણા ખાતેથી મેળવી લેવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...