તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પવનની ઝડપ વધતા પતંગ રસિયાઓમાં આનંદની લહેર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર શહેરમાં પતંગ પર્વની ઉજવણીને આડે બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે આજે શનિવારે પવનની ઝડપ બમણી વધીને 12 કિલોમીટરની થઇ જતા ભાવનગરના પતંગરસિયાઓમાં આનંદની લહેર પ્રસરી વળી છે. છેલ્લા 24 કલાકના સમયગાળામાં ભાવનગર શહેરના સરેરાશ પવનની ઝડપમાં 6 કિલોમીટરનો નોંધપાત્ર વધારો થયો છે.

દર વર્ષે પતંગરસિયાઓને મકરસંક્રાંતિ પૂર્વે કેવો પવન છે અને ખાસ તો સંક્રાંતિના પર્વે કેવો પવન રહેશે તેના પર મીટ મંડાઇ હોય છે. આ વર્ષે પણ ગઇ કાલ સુધી પતંગ માટે પવનની ઝડપ તદ્દન ઘટી ગઇ હતી. . ગઇ કાલે શહેરમાં પવનની સરેરાશ ઝડપ માત્ર 6 કિલોમીટરની હતી જે ઓછી ગણાય. પરંતુ આજે રવિવારે બપોર બાદ પવનની ઝડપમાં વધારો શરૂ થયો છે અને આજે શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર થઇ જતા મંગળવારે પતંગપર્વે ક્યાંક ઠુમકા તો મારવા નહીં પડેને તેની ચિંતા ટળી ગઇ છે. જો કે હજી આવતી કાલ સોમવાર આડો છે અને વરૂણદેવ વહારે રહે તો મંગળવારે મકરસંક્રાંતિના પર્વે સાનુકૂળ પવન રહેશે અને ભાવેણાવાસીઓ મોજ મસ્તીથી પતંગ પર્વ માણશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો