તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોના પરિવારો માટે કુલ 45.42 લાખનું દાન જમા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત તા.14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરમાં સીઆરપીઅેફના જવાનો પર આતંકવાદી�ઓના હુમલા બાદ શહીદ થયેલા સૈનિકોના પરિવારને સહાય માટે ભાવનગરમાંથી દાનનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. અત્યાર સુધીમાં ભાવનગરના શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ દ્વારા આ શહીદો માટે સહાયની અપીલ કરવામાં આવતા સ્વયંભૂ સબળ પ્રતિસાદ સાંપડ્યો છે અને આજે એક દિવસમાં રૂા.2,57,501 લાખની સહાય મળતા અત્યાર સુધીમાં કુલ રૂા.45,42,379ની રકમ જમા થઇ છે.

જુદી જુદી સંસ્થા�ઓ અને વ્યક્તિગત સહાયનો ધોધ શરૂ થઇ ગયો છે. આ ટ્રસ્ટમાં કોઇ પણ વ્યક્તિ પોતાનો સહયોગ આપી શકે છે. સ્ટેટ બેન્ક �ઓફ ઇન્ડિયામાં શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટના નામનો ચેક અથવા એકાઉન્ટ નંબર 37078784887, એસબીઆઇ વાઘાવાડી રોડ, ભાવનગર પર સહાય આપવા અનુરોધ કરાયો છે. આ ટ્રસ્ટમાં કોઇ પણ તેમજ એચ.ડી.એફ.સી. બેંક વાઘાવાડી રોડ ભાવનગરમાં ખોલવામાં આવેલ છે. જેનો નંબર 50100271587618 છે. (જેનો IFSC કોડ HDFC0000137 છે) જે એકાઉન્ટમાં રકમ ભરી શકાશે અને ચેક પણ આપી શકાશે વ્યક્તિ પોતાનો સહયોગ આપવા ઇચ્છુ ક હોય તેમણે ફોન નં.278-2200566/ 9586777511 ઉપર સંપર્ક કરવો.

આજે સહાય મળી છે તેમાં વિભૂતીબહેન ઇન્દ્રવદનભાઇ ત્રિવેદીએ રૂા.76,000, ધર્મિષ્ઠાબહેન ત્રિવેદીએ રૂા.,75 હજાર, બિપીનભાઇ રાજ્યગુરૂએ રૂા.31,000, ચંદ્રકાંત રાઠોડે રૂા.26,000, કાનાણી ગોપાલ ગંગાજળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા.11,000, અનુભૂતિ ટ્રસ્ટ દ્વારા રૂા.5,000, કુસુમબહેન ગાંધીએ રૂા.5,000, જયપ્રકાશભાઇ ભટ્ટ(એસબીએસ-અમદાવાદ) દ્વારા રૂા.5,000, ડો.સી.કે.પટેલે રૂા.3,000, રાહિલ કિશોરચંદ્ર શાહ-રાજકોટ દ્વારા રૂા.5000, અમરેલીના રાનમજીભાઇ કે. પરમારે રૂા.5,000 અને અન્ય રાષ્ટ્રભક્તોએ રૂા.5,500 મળી આજે કુલ રૂા.2,57,501 જમા કરાવ્યા છે. આથી અત્યાર સુધીમાં શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટના એકાઉન્ટમાં કુલ રૂા.45,42,379 જેવી રકમ જમા થઇ છે. આમ શહીદ પરિવાર માટેના સહાય ટ્રસ્ટમાં ભાવનગરમાંથી દાનનો અવિરત ધોધ વહી રહ્યો છે.

ગાયત્રી ધામ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ
ભાવનગર શહેરમાં ઘોઘા રોડ પર આવેલા ગાયત્રી શક્તિપીઠમાં શહિદ સૈનિકને શ્રધ્ધાંજલી તથા તે�ઓના આત્મકલ્યાણ અનેતેમના પરિવારને પરમાત્મા આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે ગાયત્રી મંત્ર જાપ અને સમર્પ ણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ શહીદ જવાનોને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા અને તેમના પરિવાર ને આ દુઃખ સહન કરી શકે તે માટે ગાયત્રી પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો