તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રેડીટ કાર્ડની વિગત લઇ કુલ 19 હજારની છેતરપીંડીની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘના વાળુકડ ગામે રહેતા ST બસના કંડક્ટરને કોઇ હિન્દી ભાષી અજાણ્યા ઇસમે બેંકમાંથી બોલુ છુ તેમ કહી વિશ્વાસમાં લઇને તેના SBI ના ક્રેડીટ કાર્ડની વિગત લઇ તેમાંથી રૂ.19000 હજારનો ઉપયોગ કરી છેતરપીંડી કર્યાની ફરિયાદ ઘોઘા પોલીસ મથકમાં નોંધાવાઇ હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાળુકડ ગામે રહેતા અને એસ.ટી બસમાં કંડક્ટર તરીકે કામ કરતા રાજુભાઇ રામજીભાઇ બારોટને તા.16-2-2019ના રોજ કોઇ અજાણ્યા હિન્દીભાષી ઇસમે કોલ કરીને SBI બેંકમાંથી બોલુ છુ અને તમારૂ કાર્ડ બંધ થયેલ હોવાથી તમારૂ નામ, સરનામુ અને જન્મ તારીખ પુછતા રાજુભાઇએ જણાવેલ ત્યાર બાદ થોડા દિવસોમાં ક્રેડિટ કાર્ડ વિભાગ દ્વારા રૂ.19000નુ બિલ આવેલ પરંતુ રાજુભાઇએ કાર્ડનો ઉપયોગ કરેલ ન હોઇ તે અંગે નિલમબાગ શાખામાં પુછતાછ કરતા તેમની સાથે ફ્રોડ થયેલ છે તેમ જણાવેલ અને આ અંગે તા.03-04-2019ના રોજ ફ્રોડ થયાની અરજી તેમણે સાયબર ક્રાઇમ સેલ ભાવનગરને કરેલ છે. આમ અજાણ્યા હિન્દી ભાષી ઇસમ દ્વારા બેંકમાંથી બોલુ છુ તેમ કહી કાર્ડની વિગત અને તેના નામ, સરનામુ, જન્મ તારીખની વિગત લઇ છેતરપીંડી કર્યાની ફરિયાદ ઘોઘા પોલીસ મથકમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...