તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના કુલ 1.52 લાખ ખેડૂતોને રૂ.30.38 કરોડની સહાય ચૂકવાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતના કુલ 49 લાખ નોંધાયેલા ખેડૂતોની સામે 46.29 લાખ ખેડૂતોની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત �ઓનલાઇન નોંધણી થઈ ચૂકી છે. જે પૈકી ભાવનગર જિલ્લા વહીવટીતંત્રને મળેલી કુલ 1,55,608 �ઓનલાઇન અરજીમાંથી ચકાસણી બાદ કુલ 1,51,918 ખેડૂતોને પ્રથમ હપ્તા પેટે રૂ.2000/- લેખે રૂ. 30.38 કરોડ જેટલી રકમ તેમના બેંક ખાતામાં ચૂકવાઈ છે તેમ ભાવનગરની સરકારી મેડિકલ કૉલેજના સભાગૃહ ખાતે રાજ્યના મહિલા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ અને ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM-KISAN) યોજનાના લોકાર્પણ કાર્યક્રમના જિવંત પ્રસારણનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું. વધુમાં માહિતી આપતા રાજ્યના મહિલા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ઉપસ્થિત ખેડૂતો અને પદાધિકારી�ઓને સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે ખેડૂતોએ 12થી 15 ટકાના દરે વ્યાજે ધિરાણ લેવું પડતું હતું. જેની સામે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM-KISAN) યોજના અંતર્ગત 2 હેક્ટરથી �\\\"છી જમીન ધરાવતાં નાના અને સીમાંત ખેડૂતોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ હપ્તામાં વર્ષે કુલ 6000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો મૂળ હેતુ ખેડૂતોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવવાનો અને તેમને સુનિશ્ચિત આવક આપવાનો હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.આ અવસરે ભાવનગર જિ.પં. પ્રમુખ વક્તુબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ, અન્ય અધિકારી�ઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો