તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar News A Splash Of Water On One End And A Green View Of Victoria Park In The Greenery Of The City Amid The Jungle Of Cement 060624

એક છેડે છલક સપાટીએ બોરતળાવ તો બીજા છેડે સિમેન્ટના જંગલ વચ્ચે શહેરના હરિયાળા ફેફ્સા સમાન વિક્ટોરિયા પાર્કની લીલોતરીનો એરિયલ વ્યૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં એક માત્ર ભાવનગર એવું મહાનગર છે જેની મધ્યમાં વિક્ટોરિયા પાર્કનો જંગલ વિસ્તાર આવેલો છે. શહેરના હરિયાળા ફેફસા સમાન આ પાર્ક અનેક આયુર્વેદિક ઔષધિનું ઉદ્દગમસ્થાન છે તો પક્ષીઓની પણ અનેક વિવિધતા છે. ભૌગોલિકતાની દ્રષ્ટિએ અને કુદરતી સૌંદર્યમાં આ પાર્ક બેજોડ છે. આ પાર્કથી શહેરીજનોને સ્વચ્છ \\\"ક્સિજન મળે છે. આ પાર્કની સ્થાપના ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના શાસન કાળમાં રાજયના મુખ્ય ઈજનેર પ્રોકટર સીમ્સની દેખરેખ હેઠળ આ પાર્કમાં અનેકવિધ જાતના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. ભાવનગરના વિક્ટોરિયા પાર્કમાં પથરાળ અને મુરમવાળી જમીનમાં ખાસ કરીને ગોરડ, ઈગોરિયા, દેશીબાબલ વધુ જોવા મળે છે. ઉપરાંત વિકળો, અરડુસો, લીમડો જેવા આયુ. ઔષધિયો માટે ઉપયોગી વૃક્ષો પણ પણ છે. પેલ્ટોફોરમ, કાસીદ, રૂખડો, વાસ તેમજ ચોમાસા દરમિયાન અનેકવિધ વેલાઓ ઉગે છે.

અન્ય સમાચારો પણ છે...