તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીના દિવસે 23 એપ્રિલે જાહેર રજા માટે જાહેરનામું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | લોકસભા સામાન્ય ચૂંટણી તા.23-4-2019 ના રોજ જાહેર કરેલ છે. તેથી લોકસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈપણ વ્યાપાર-ધંધા ઔદ્યોગિક એકમ તથા અન્ય કોઈ પણ સંસ્થામાં નોકરી કરતા હોય, તેમની મતદાનના દિવસે રજા મંજુર કરવાની રહેશે. રજા મંજુર કરવાની હોય તેવી કોઈ પણ વ્યક્તિના વેતનમાંથી કોઈ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં. લોકસભા સામાન્ય ચૂંટણીના મત વિભાગોમાં તમામ સંસ્થાઓ અને દુકાનો મતદાનના દિવસે બંધ રાખવાની રહેશે. મત વિભાગની બહારના વિસ્તારમાં કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. આ જાહેરનામું એવા મતદારને લાગુ નહીં પડે કે તે જ્યાં નોકરી સાથે સંકળાયેલા હોય ત્યાં તેની ગેરહાજરી ભય કે વ્યાપક નુકસાનમાં પરિણામરૂપ બને.

અન્ય સમાચારો પણ છે...