તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવારના કેમ્પનું આયોજન થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયા રાજવીએ સોૈ પ્રથમ રજવાડુ દેશને દાન કરી અખંડ હીન્દુસ્તાનનું નીર્માણ કર્યુ છે. આવી કરુણાની ભૂમી ભાવનગર ખાતે છેલ્લા પાંચ વર્ષથી જીવ રક્ષક દળ એનીમલ હેલ્પ લાઇનના નેજા હેઠળ શહેરના ગંગાજળીયા તળાવ ખાતે જૈન સંઘની વિશાળ જગ્યામાં પશુ-પક્ષીઓની હોસ્પીટલ ચાલે છે. જયા રસ્તે રઝળતા કે બીનવારસી અબોલ પશુ-પક્ષીઓની ઇન્ડોર અને આઉટડોર 365 દિવસ સેવા અને સારવાર અપાય છે.

આ એનીમલ હોસ્પીટલની બે અેમ્બ્યુલન્સ દ્વારા છેલ્લા પાંચ વરસ દરમ્યાન 38.000 થી વધુ ઘાયલ,બીમાર,મુંગા,અબોલ પશુ પક્ષીઓની નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર કરવામા આવી છે. સરકારના કરુણા અભિયાન અંતર્ગત

...અનુસંધાન પાના નં.07

તા.11/1 થી તા.20/1 સુધી પતંગના દોરાથી ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર માટે જીવ રક્ષક દળ ખાતે વીશેષ કેમ્પ અને પ્રદર્શનનુ આયોજન કરવામા આવેલ છે. આ જીવદયા કેમ્પમા઼ જોડાવવા માટે સંસ્થાના સંચાલક બ્રીજેશભાઇ શાહ, શ્રેણીકભાઇ શાહ, તેજસ વોરા, હેરશ વોરા, વગેરે દ્વારા કરુણાની અપીલ કરાઇ છે.અને હેલ્પ લાઇન નંબર 9157109109 તથા 9879548854 અને 7016262623 પર જાણ કરવા જણાવાયું છે.

પક્ષીઓના આવન-જાવનનો ખ્યાલ રાખો
એનીમલ હોસ્પીટલના સંચાલક દ્વારા અપીલ કરતા જણાવાયુ છે કે પક્ષીઓના ગમન અને આગમન સમય સવારના 6 થી 10 સુધી અને સાંજે 5 પછી પતંગ ન ચગાવવા જોઇએ.ચાઇનીઝ અને કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરવો,પક્ષીઓની રહેઠાણની જગ્યા જેવી કે બાગ-બગીચા ઘટાદાર વૃક્ષો કે મોટી સંખ્યામા ગગનમાં વિહરતા પક્ષીઓ હોય છે ત્યા પતંગ ન ચગાવવા,રસ્તે જતા રાહદારીઓ અને વાહન ચાલકો ને માંજાના દોરાથી ઇજા ન પહોંચે તેનુ ધ્યાન રાખવુ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો