તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

86.56 લાખની છેતરપિંડીના કેસમાં આચાર્ય ચાર દિવસના રિમાન્ડ પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધારની પ્રાથમીક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકે નોકરી વાચ્છુકોને શિક્ષક અને પટ્ટાવાળાની નોકરી અપાવી દેવાની લાલચ આપી લાખો રૂપીયાની છેતરપીંડી આચર્યા પાલજી ડાયાભાઇ વિરાશ ની આજે પોલીસે ધરપકડ કરી પાલિતાણા ખાતે રીમાન્ડ માટે લઇ જવાયો હતો.

જેમાં પોલીસ દ્વારા આચાર્ય આરોપી પાલજીભાઇ ડાયાભાઇ વિરાશના ઘરે જઇ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ જેમાં આરોપીના ઘરેથી 1,22,000 રોકડા મળી આવેલ તેમજ પાસ બુક, ચેક બુક, અન્ય જરૂરી દસ્તાવેજો મળી આવેલ હતા. ત્યારબાદ આરોપીને આજે કોર્ટમાં રજુ કરતા પોલીસ દ્વારા સાત દિવસના રીમાન્ડ માંગતા કોર્ટ દ્વારા ચાર દિવસના રીમાન્ડ મંજુર કરેલ તેમજ પોલીસ દ્વારા આ શિક્ષક અંગેની જાણ તાલુકા શિક્ષણ અધીકારી તેમજ જીલ્લા પ્રા.શીક્ષણ અધીકારી જાણ કરવામાં આવેલ છે.

આ બનાવમાં બીજા ચાર ફરિયાદીઓનો વધારે સમાવેશ કર્યો છે.જેની સાથે આ આચાર્યએ રૂ.6 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. આમ કુલ 41 ફરિયાદીઓ પાસેથી કુલ રૂ.86,56,000 લઇ છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...