તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર શહેરમાં સતત બીજે દિવસે ડેંગ્યુના વધુ 8 કેસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર શહેરમાં આજે ડેગ્યુના 8 કેસનો ઉમેરો થયો છે. ચાલુ વરસમાં અત્યાર સુધીમાં શહેર અને જીલ્લો મળીને 370થી વધારે કેસ નોંધાયા છે. આજે ડેંગ્યુને શંકાને લઇને સેમ્પલ ટેસ્ટ થયાં હતાં. તેમાં 8 કેસમાં પોઝીટીવ રિઝલ્ટ મળ્યું છે. ઉલ્લેખની ય છે કે અત્યાર સુધીમાં ભાવનગર ગ્રામ્ય વિસ્તારના 83 કેસ થયા છે. શહેરના કેસો મળી કુલ સંખ્યાને 280 પર પહોંચી છે.

ભાવનગર કોર્પોરેશન હેલ્થ ઓફિસર ડો. આર.કે. સિન્હાએ કહ્યું કે શહેરમાં ડેન્ગ્યુની આ સ્થિતિને લઇને ગપ્પી માછલી મૂકવી, પોરાનાશક કામગીરી, ફોગીંગ, સર્વેલન્સ, ડેન્ગ્યુ મેલેરિયાથી સાવધ રહેવા લોકોને જાગૃત કરતી પત્રીકાઓ વહેચવી સહિતના અનેક પગલાંઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે. પરંતુ આ કાર્યવાહી કોઇ અસર લાવતી ન હોય તેમ ડે્ગ્યુના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ જોવા મળ્યો નથી. ભાવનગર શહેરની ડેંગ્યૂની આ સ્થિતિને લઇને આરોગ્ય હજી પણ વધુ જાગૃત થાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...