તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત ભાજપનાં 7 સભ્યો ગેરલાયક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા નગરપાલિકાના 7 સભ્યોને નગરપાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવાનો હુકમ થતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.

મહુવા નગરપાલિકાના સદસ્ય જીતેનભાઇ પંડયાએ ગુજરાત રાજયના નામોદીષ્ટ અધિકારી અને સચિવ સમક્ષ ગુજરાત પક્ષાંતર ધારા 1986ની કલમ 3 હેઠળ અરજ કરી હતી કે, નગરપાલિકાની ગત ચુંટણીમાં નગરપાલિકાની કુલ 36 સીટમાંથી 23 સીટ ભાજપને અને 13 સીટ ભા.રા. કોંગ્રેસને મળી હતી. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી માટે તા.4/6/18ના નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.

ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જીલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાને વ્હીપ આપવા અધિકાર પત્રક આપેલ. જે અન્વયે તેઓએ મહુવા શહેર પ્રમુખ સંજયભાઇ બારોટને બજાવેલ. અને આ આદેશ નગરપાલિકાના સદસ્ય ગૌરાંગભાઇ રાઠોડે સભા શરૂ થાય તે પહેલા વાંચી સંભળાવ્યો હતો. તેમ છતા ભાજપના સદસ્ય મંગુબેન ધીરૂભાઇ બારૈયા, શૈલેષભાઇ અરજણભાઇ સેંતા, દર્શનાબેન હરેશભાઇ ઝવેરી, અશોકભાઇ શશીકાંતભાઇ વાઢેર, મહેશભાઇ જીવણલાલ વ્યાસ, બિપીનકુમાર ભુપતરાય સંઘવી અને મધુબેન બાબુભાઇ ગુજરીયાએ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના માન્ય ઉમેદવારની તરફેણમાં મત ન આપી પક્ષના આદેશ વિરૂદ્ધ મંગુબેન ધીરૂભાઇ બારૈયા અને શૈલેષભાઇ અરજણભાઇ સેંતાની તરફેણમાં મત કરી ભા.રા. કોંગ્રેસ પક્ષના આદેશ મુજબ મતદાન કરેલ છે.

આ બાબતે ભાજપ દ્વારા સભ્યોને માફ કર્યા હોવાના કોઇ પુરાવા આ વિરૂદ્ધ જનાર સભ્યો રજુ કરી શક્યા ન હોય અરજદાર જીતેનભાઇ પંડયાની અરજી માન્ય રાખી ઉપરોક્ત તમામ સાથી સભ્યોને ગુજરાત પક્ષાંતર ધારા 1986ની કલમ 3 હેઠળ મહુવા નગરપાલિકાના સભ્ય પદેથી ગેરલાયક ઠરાવવાનો હુકમ 2 જાન્યુઆરી 2019ના ગુજરાત રાજયના નામોદીષ્ટ અધિકારી અને સચિવ વી.પી.પટેલે ફરમાવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો ઉભો થવા પામેલ છે. કોંગ્રેસને સહકાર આપનાર ભાજપના 7 સભ્યોનું સભ્યપદ ગેરલાયક ઠરતા હવે નગરપાલિકાના 36 સદસ્યો પૈકી ભાજપ પાસે 16 સભ્યો અને કોંગ્રેસના મતે ચુંટાયેલા 13 સભ્યોનું અસ્તિત્વ રહેતા હવે નગરપાલિકાનો ચાર્જ ડે.કલેકટર પાસે રહેશે. અને તેઓ દ્વારા ફરી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી થયા બાદ સત્તા નગરસેવકો પાસે આવશે.

અન્ય સમાચારો પણ છે...