તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6,123 પ્રાથમિક-માધ્ય. શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા શરૂ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 11 જાન્યુઆરી

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે ત્યારે પૂ.બાપુના પર્યાવરણલક્ષી વિચારોનું સંવર્ધન કરવા તેમજ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શિક્ષણના માધ્યમથી પર્યાવરણની જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તબક્કાવાર પર્યાવરણ પ્રયોગશાળા શરૂ કરવાનો નિર્ણય ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા લેવાયો છે. જેમાં રાજ્યમાં પ્રથમ તબક્કે તાલુકા દીઠ પસંદ કરેલી 25થી 30 શાળાઓમાં અને કુલ 6,123 શાળાઓમાં આ વર્ષથી જ પર્યાવરણ પ્રયોગશાળા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત તાજતેરમાં શિક્ષણ સચિવ સાથે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં નોડેલ શિક્ષક તૈયાર કરી માહિતી જિલ્લા કક્ષાએ આપવા અને અન્ય ફોલોઅપ લેવા તાકીદ કરાઇ હતી.

શાળાઓમાં જેમ કમ્પ્યૂટર, ગણિત કે વિજ્ઞાનના શિક્ષણ માટે પ્રયોગશાળા હોય છે તેવી જ રીતે આ પર્યાવરણ પ્રયોગશાળા શરુ કરવામાં આવશે. આ સુવિધા અંતર્ગત પ્રથમ તબક્કામાં કુલ 6,123 શાળાઓ પૈકી ખાનગી નોન ગ્રાન્ટેડ શાળા સિવાયની ધો.1થી ધો.5ની શાળા દીઠ રૂા.5 હજાર, ધો.6થી ધો.8ની અને ધો.1થી ધો.8ની શાળાઓ દીઠ રૂા. 15 હજાર, ધો.6થી ધો.12, ધો.9-10, ધો.9થી ધો.12ની શાળા માટે શાળા દીઠ રૂા.25 હજારની ગ્રાન્ટ જિલ્લા એસએસએ મારફત ચૂકવાશે.

પ્રયોગશાળામાં કૃષિ, ઔષધ, રોગ, ઉર્જાને આવરી લેવાશે
À ખોરાક માટે બિન રાસાયણિક ખાતરથી બાગાયતી પાકો, શાકભાજી, કઠોળ તથા મસાલાના ઉત્પાદનની સમજ અપાશે.

À પર્યાવરણની જાળવણી કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખેતી કરવાની પદ્ધતિની સમજ અપાશે.

À બિન ફળદ્રુપ માટીનું ઉપયોગી જમીનમાં પરિવર્તન.

À પાણીની બચત અને સ્વચ્છ -પર્યાપ્ત પાણી મળે તે માટે વ્યવસ્થા નવી ટેકનોલોજી અને પદ્ધતિની સમજ .

À સામાન્ય રોગના ઉપચાર માટે ઔષધિય વનસ્પતિના ઉછેરની સમજ.

À સ્કૂલ નર્સરી તૈયાર કરી રોપા ઉછેર કરવા, હર્બલ ગાર્ડનના નિર્માણ કરવા.

À કિચન ગાર્ડન દ્વારા શાકભાજીનું વાવેતર અને ઉત્પાદન કરવું.

À વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ઉભી કરવી.

À પાણીની બચત માટે ટપક સિંચાઇના મોડેલ તૈયાર કરવા.

À સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શાળાનું સ્થાપન કરવું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો