ગારિયાધારમાંથી બાઇક ચોરી ગેંગના 5 લોકોની ધરપકડ થઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં મોટર સાઇકલની ચોરીના ગુન્હા ડીટેક્ટ કરવા આપેલી સુચનાના અનુસંધાને ગારિયાધાર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. મોટર સાયકલ ચોરીમાં પકડાયેલા આરોપી આબિદ દાઉદભાઇ બાવળીયા (રહે.સાવરકુંડલા)ની આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા અગાઉ તેની સાથે આવા ગુનામાં પોતાની સાથે જોડાયેલા વસીમ ઉર્ફે કાલી સલીમભાઇ સેલોત (રે.હવેલી ચોક, સા.કુંડલા), આિસફ ઉર્ફે ઢીંગલી કાળુભાઇ જાંખરા (રે.સંંધી ચોક, સા.કુંડલા), સફીકભાઇ ઉર્ફે શેઠ રફીકભાઇ ચૌહાણ (રે.સા.કુંડલા), શાહનવાઝ અશરફભાઇ પોપટીયા (રે.આઝાદ ચોક, સા.કુંડલા)ના નામ આપતા પોલીસે આ ચારેય શખ્શોને પકડી લઇ પુછપરછ કરતા તેઓએ ભાવનગર રેલવે તથા સાવરકુંડલામાંથી ચાર મોટરસાઇકલ સહિતની બાઇક ચોરીના ગુના કબૂલી લીધા હતા. દરમિયાનમાં પોલીસે મો.સાયકલ નં.જીજે-14-આર-302 સ્પલેન્ડર પ્લસ બાઇક તેઓની પાસેથી કબજે કર્યુ હતુ અને અન્ય બાઇકો મેળવવા તજવીજ હાથ
ધરી છે.

અન્ય સમાચારો પણ છે...