તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો-12ના વિદ્યાર્થી માટે 5 મહિનામાં 5 પરીક્ષા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 12 ની સાથે જેઈઈ મેઈન્સનું પેપર આપનાર વિદ્યાર્થી�અો માટે ચાર મહિના અઘરી પરીક્ષા આવશે, જેમાં પ્રિ-બોર્ડ, બે વખત જેઈઈ મેઈન્સના પેપર અને બોર્ડ પરીક્ષા આપવી પડશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં વિદ્યાર્થી�ઓએ પ્રેક્ટિલ પણ આપવાની રહેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થી�અો જેઈઈ મેઈન્સ કવોલિફાઈ કરી લેશે તેણે 19 મેના રોજ એડવાન્સનું પેપર પણ આપ‌વાનું રહેશે.

ગયા વર્ષ સુધી જેઈઈ મેઈન્સનું પેપર એપ્રિલ મહિનામાં લેવામાં આવતું હતું. પરંતુ આ વર્ષથી એનટીએ વર્ષ માં બે વાર જાન્યુઆરી અને એપ્રિલમાં આ પેપર આયોજિત કરી રહી છે. બંને

પરીક્ષા�અોમાંથી જેના માર્કસ વધારે હશે, એને જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાય કરવામાં આવશે. બે પરીક્ષા લેવાથી વિદ્યાર્થી�ઓને ફાયદો થશે.જોકે પરીક્ષાના કારણે પ્રેશર પણ રહેશે. તેમજ દરેક પરીક્ષાનો કોર્સ પણ સરખો પરંતુ રીત અલગ હશે. સ્કૂલમાં અને બોર્ડની પરીક્ષામાં જેમ વિકલ્પવાળા પ્રશ્નો આવે છે તેવી જ રીતે જેઈઈ મેન્સનું પેપર �અોનલાઈન હશે જેમાં �ઓબ્જેક્ટિવ પ્રશ્ન પુછવામાં આવશે.

સ્લોટ્સ બનાવીને વાંચો, બ્રેકમાં મ્યુઝિક સાંભળો
સૌથી પહેલા એ ટોપિકને પૂરા કરી લો જે તમને અઘરા લાગે છે, તેનાથી આત્મવિશ્વાસ વધશે. સ્લોટ્સ બનાવીને વાંચો, એક વખતમાં 45 મિનિટથી વધારે ન વાંચો. બ્રેક દરમ્યા ન મ્યુઝિક સાંભળો અથવા થોડું ફરીને પોતાને રીફ્રેશ કરો. પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટનો ઉપયોગ અોછો કરો, કારણ કે, તેનાથી ધ્યાન ડાયવર્ટ થઈ શકે છે. ભણવાને લગતી જરૂરી માહિતી હોય તો જ ઈન્ટરનેટનો ઉપયોગ કરો. �અોછામાં �અોછા 6 કલાકની સારી ઊંધ લો.

અન્ય સમાચારો પણ છે...