તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક રક્ષક દળ માટે બે દી’માં િજલ્લામાંથી દોડી 493 ST

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોક રક્ષક દળની આજે પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થઇ હતી. જેમાં ભાવનગરથી આવન અને જાવન માટે ભાવનગર એસટી ડિવિઝન દ્વારા બે દિવસ દરમિયાન કુલ 493 ટ્રિપ દોડાવવામાં આવી હતી. આજે મોડી રાત સુધી મુસાફરોની અવર જવર શરૂ રહી હતી.

ભાવનગર એસટી ડિવિઝનના ડીસી એ.કે.પરમારે જણાવ્યું હતુ કે લોક રક્ષક દળની કસોટી માટે પરીક્ષા સ્થળોએ જવા માટેના અને ભાવનગર આવેલા ઉમેદવારો માટે ગત તા.2 જાન્યુઆથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં ગઇ કાલે ભાવનગર ડિવિઝનમાંથી કુલ 235 ટ્રિપ ઉમેદવારો માટે ખાસ દોડાવવામાં આવી હતી અને આજે 258 ટ્રિપ ઉમેદવારો માટે દોડાવવામાં આવી હતી. એક બસમાં સરેરાશ 55

...અનુસંધાન પાના નં.06મુસાફરો ગણો તો પણ ભાવનગર એસટી ડિવિઝનમાંથી બે દિવસ, શનિ અને રવિવારે કુલ 493 ટ્રિપમાં કુલ 27,115 ઉમેદવારોએ વિનામૂલ્યે મુસાફરી કરી હતી.

આજે પણ મોડી રાત સુધી ભાવનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે અમદાવાદ, રાજકોટ કે અમરેલી પરત જવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો.

એસ.ટી. તંત્રનો માનવીય અભિગમ
આજે લોક રક્ષક દળની પરીક્ષામાં મોડા પહોંચેલા બે પરીક્ષાર્થી�ઓને ભાવનગરના એસટીના વિભાગીય નિયામક દ્વારા ઘોઘા અને સીદસર પોતાની ગાડી અને એસટી ડેપો મેનેજરની ગાડી મારફત પહોંચાડી માનવીય અભિગમ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...