તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યના કુલ ડુંગળીનું 49 ટકા વાવેતર એકલા ભાવનગરમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગરનું નામ ટોચના ઉત્પાદક જિલ્લા�ઓમાં લેવામાં આવે છે. આ વખતે સમગ્ર રાજ્યના ડુંગળીના કુલ ઉત્પાદનના 48.75 ટકા ડુંગળીનું વાવેતર ગોહિલવાડમાં થયું છે. ગત ચોમાસામાં �ઓછા વરસાદને કારણે ભાવનગર જિલ્લામાં રવિપાકના વાવેતરમાં ગત વર્ષની તુલનામાં નોધપાત્ર કમી આવી છે. તેમ છતાં ગત તા.31 ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં કુલ 35,300 હેકટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. જેમાં ડુંગળી, ઘાસચારો, ઘઉં, શાકભાજી વિ. મુખ્ય છે.

ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વખતે શિયાળુ પાકના વાવેતરમાં ફટકો પડ્યો છે. આ વર્ષ તે ઘટીને 35,300 હેકટરે આવી ગયું છે. જેમાં સૌથી વધુ વાવેતર ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીનું થયું છે તેનું જિલ્લામાં કુલ વાવેતર 13,600 એકટર જમીનમાં થયું છે. તો રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 27,900 હેકટર જમીનમાં થયું હોય રાજ્યની કુલ 48.75 ટકા ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં 16,600 હેકટર જમીનમાં ઘાસચારાનું વાવેતર થયું છે. તો શિયાળાના એક મુખ્ય પાક ગણાતા ઘઉંનું ગોહિલવાડમાં કુલ વાવેતર 5,600 હેકટર જમીનમાં પૂર્ણ થયું છે.

આમ, આ વર્ષે સમગ્ર રાજ્યમાં ફરી એક વખત ડુંગળીના ઉત્પાદનમાં રાજ્યમાં 48.75 ટકા હિસ્સા સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. ડુંગળીના ઉત્પાદનમાં ગોહિલવાડમાં તળાજા અને મહુવા પંથક મુખ્ય છે.

અન્ય સમાચારો પણ છે...