તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંઇબાબા મંદીરનો 40મા પાટોત્સવ , અગિયાર કુંડી હોમાત્મક યજ્ઞ કરાયો : આજે નીકળશે શોભાયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : સાંઇ સેવા સમાજ ટ્રસ્ટ મેઘાણી સર્કલ ભાવનગર દ્વારા સાંઇબાબા મંદીરનો 40મો ત્રિ-દિવસીય પાટોત્સવ તથા અગિયાર કુંડી હોમાત્માક યજ્ઞ કરવામાં આવશે. આ પ્રસંગે તા.11 બુધવારના રોજ સવારે 6 કલાકે મંગળા દર્શન, સવારે 6-30 કલાકે સાંઇબાબાની આરતી બાદ અન્ય દેવી-દેવતીઓની આરતી થશે. સવારના 9-30 કલાકે ગોળીબાર રામદરબાર, સાંજના 4 થી 5 કલાક મહિલા સત્સંગ મંડળના ભજન, સાંજે 5-30 થી મહાપ્રસાદ વિરભદ્ર અખાડો ખાતે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે બીજા દિવસે મંગળા દર્શન, મહાદેવજીની આરતી, સાંઇબાબાની આરતી બાદ અન્ય દેવી દેવતાઓની આરતી કરવામાં આવી હતી. સવારે 9 કલાકે હોમાત્મક યજ્ઞનો પ્રારંભ અને ધજા રોપણ કરાયુ હતુ. તેમજ સાંઇબાબાને દૂધનો અભિષેક કરવામાં આવેલ જેમા સર્વ ધર્મપ્રેમીલોકોએ લાભ લીધો હતો., થાળ આરતી, યજમાનો, વરૂણો, ભુદેવોને ફરાળ, બપોરે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ બીડુ હોમવામાં આવ્યો હતો.

તા.13ના રોજ સવારના 9 કલાકથી રાત્રીના 9 કલાક સુધી સાંઇબાબાની શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર નીકળશે જેમા વિવિધ ફલોટો આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...