તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમાલગલીમાં ગુંજયો 4000 શહેરીજનોનો નાદ : વર્ષનો બીજો સન્ડે પણ બની રહ્યો ફન-ડે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇ.સ.2020ના નવા વર્ષનો આરંભનો પ્રથમ રવિવાર આતાભાઇ ચોક ખાતે ફન સ્ટ્રીટના આયોજન સાથે નગરજનો માટે આનંદ-ઉમંગનો અવસર બની ગયો હતો. તો હવે બીજા રવિવારે રૂપાણી સર્કલમાં પ્રથમ વખત રૂપાણી સર્કલ ખાતે યોજાયેલ ત્રીજી હેપ્પી સ્ટ્રીય-ધમાલગલી કાર્યક્રમમાં ભાવેણુ હિલોળે ચડ્યું હતુ. અભૂતપૂર્વ માનવમહેરામણે 35થી વધુ અવનવી રમતો, ગીત-સંગીતનો આનંદ માણ્યો હતો. તક્ષશિલા અને રોટરી આયોજિત આ કાર્યક્રમમાં ભાવનગર પોલીસ, રેડક્રોસ , ગ્રાહક સુરક્ષા મંચ, હોબી સેન્ટર વગેરે સંસ્થાઓના સહયોગથી નાના બાળકથી માંડીને વૃદ્ધાઓ સુધી બધાને અવનવી પ્રવૃતિઓમાં જોડાવાનો મોકો મળ્યો હતો. રવિવારની સવાર ભાવેણાવાસીઓ માટે રજામાં મજાના બેવડા લાભ જેવી બની રહી હતી. અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો