તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

40 જવાનો શહિદ થયા તે દિવસથી રાત્રે ઉંઘ આવતી ન હતી : અમીરબેન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
14મી ફેબ્રુઆરીએ ટી.વી.માં સમાચાર આવ્યા અને પ્રપૌત્રીએ વર્ણન કરતા કહ્યુ હતુકે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં આપણા દેશના 40 જવાનો શહિદ થયા છે, આ વાતે વાળુકડ ગામના શહિદ કાદરખાનના 98 વર્ષિય માતા અમીરબેનને વિચલીત કરી નાંખ્યા. સતત રટણ કરી રહ્યા હતા કે ફોજ દ્વારા આ અમાનવીય કૃત્યનો જરૂર બદલો લેવાશે. મંગળવારે પરોઢીયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસી અને ભારતીય વાયુદળે ત્રાસવાદીઓના અડ્ડાનો સફાયો કર્યાની વાતથી અમીરબેન ખુશખુશાલ છે, અને કહે છે, હજુ આ હરામખોરોને છોડતા નહીં, પાકિસ્તાન શરૂઆતથી જ આપણને રંજાડે છે, તેને સબક શીખવાડો.

પુલવામા ખાતે 40 જવાનો શહિદ થયાની ઘટના અંગે અમીરબેનને જાણ થઇ એટલે રાતની ઉંઘ હરામ થઇ ગઇ હતી, વારંવાર ખાટલામાંથી બેઠા થઇ જઇ અને એક જ રટણ કરે છે કે, 40 જવાનોનો બદલો તો લેવો જ જોઇએ.

કોઇએ બાપ ખોયો છે, કોઇએ દીકરો કે પતિ, શહિદના પરિવારો પર શું વિતે છે તે અમે સારી પેઠે જાણીએ છીએ. મંગળવારે સવારે ટી.વી.માં જોઇને પ્રપૌત્રીએ કહ્યુ કે પાકિસ્તાન ઉપર ભારતના વિમાનોએ હુમલો કરી દીધો છે, આ વાત સાંભળીને કોઠે ટાઢક થઇ કે 40 જવાનોનો આંશિક બદલો તો લીધો, ભારતીય સેના અને સરકાર પાકિસ્તાનને તેઓની ઔકાત બતાવી દેશે.

શહિદના માતા અમીરબેનના મતે વારંવાર પાકિસ્તાન છમકલા કરે છે, હવે તેનો જડમૂળથી ઇલાજ કરવાનો સમય આવી ગયો છે. આવી પરિસ્થિતિમાં આખો દેશ સેનાની સાથે જ છે.

કાદરખાને દેશ કાજે કમરે બોંબ બાંધી 6 પાકિસ્તાની સૈનિકોને બાંગ્લાદેશ બોર્ડરે ચીથડા ઉડાવી દીધા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ છેડાયુ હતુ અને તા.24/11/1971ના રોજ બાંગ્લાદેશ સરહદે સામથી બંકરમાંથી ગોળીબાર થઇ રહ્યો હતો. કાદરખાને રાત્રીના અંધકારમાં પણ જે બંકરમાંથી બંધૂકના ચમકારા થતા હતા તેને પારખી લઇ, પોતાની કમરે બોંબ બાંધી, લપાતા છુપાતા બંકર સુધી પહોંચી ગયા, જેમાં પાકિસ્તાનના 6 સૈનિકો હતા. બંકરમાં કુદકો લગાવવાની સાથે જ પોતાના જીવનો જરાપણ વિચાર કર્યા વિના બોંબ બ્લાસ્ટ કરી નાંખ્યો અને પાકિસ્તાનના 6 સૈનિકોનો ખાતમો બોલાવવાની સાથે દેશની રક્ષા કાજે યુધ્ધભૂમિમાં શહિદ થયા હતા, આજે પણ તેઓનો પરિવાર વાળુકડ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો