તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાસ પેંડાવાળાને ઉર્જા મંત્રીનાં હસ્તે \' ટ્રેન્ડ સેટર\' એવોર્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આલ્બર્ટ આઈન્સ્ટાઈન દ્વારા 27 સપ્ટે. ઈસ. 1905માં E= mc2 નું સૂત્ર અપાયું હતું તેની યાદગીરીમાં દર વર્ષે ગુજરાત નાં કોઈ પણ ક્ષેત્ર માં થયેલા ઇનોવેશન ને બિરદાવવા ગુજરાત ઇનોવેશન એવોર્ડ આપવામાં આવે છે.કુલ 438 એપ્લિકેશન માંથી એવોર્ડ માટે ટ્રેન્ડ સેટર ની કેટેગરી માં ભાવનગર નાં દાસ પેંડા વાળા ને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

27 સપ્ટે. નાં રોજ ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ ની હાજરી માં ૮ મો ગુજરાત ઇનોવેશન એવોર્ડ યોજાઈ ગયો. જેમાં ભાવનગર નાં દાસ પેંડા વાળા ને નવા એમ.એ.પી. મોડિફાઇડ એટમોસ્ફિયર પેકેજીંગ માટે ટ્રેન્ડ સેટર ની કેટેગરી માં એવોર્ડ મળ્યો તે શહેર માટે ગૌરવની વાત છે. સતત બે વર્ષ ના પ્રયત્નો બાદ દાસ પેંડા વાળા દ્વારા સ્વતંત્ર રીતે પીસ ટુ પીસ ઇન્ડિયન સ્વીટ ને પેક કરી શકાય તેવું ઇનોવેશન કરવામાં આવ્યું છે દાસ પેંડા વાળા નાં બૈજુ ભાઈ મહેતા જણાવે છે કે આ પેકિંગ થી પેંડા ની લાઇફ બે મહિના સુધી સામાન્ય વાતાવરણ માં અને નવ મહિના સુધી ફ્રીઝ માં સારી રહે છે. તેમાં કોઈ પ્રીર્ઝરવેટિવ નાખવામાં આવ્યા નથી. દાસ નાં પેંડા હવે લાંબા સમય સુધી દૂરના અંતરે પણ ખાઈ શકાશે. દાસ પેંડાવાળા તરફથી બૈજુ મહેતા, સરજુ મહેતા અને વર્ષીલ ભવનેશભાઈ મહેતાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...