તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્ટ્રલ સોલ્ટમાં કાર્યરત ‘માટી પરિક્ષણ પ્રયોગશાળા’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરની “ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ” (CSMCRI) માં “માટી પરિક્ષણ પ્રયોગશાળા” નું સોમવારે ઉદધાટન કરવામાં આવ્યુ હતું. કાઉન્સીલ ઓફ સાઇન્ટિફીક અને ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ ના ડાયરેક્ટર જનરલ (DG ) ડોં. શેખર સી. માંડે તથા રિસર્ચ કાઉન્સીલ ના મુખ્ય સભ્યો ના હસ્તે ઉદ્દઘાટિત પ્રયોગશાળા નો મુખ્ય હેતુ નવા સોલ્ટ વર્કસને વિકસાવવા માટે માટીની ચકાસણી અને તેને લગતા વિવિધ પ્રકારના પરીક્ષણો કરવાનો છે.

સંસ્થાના ડાયરેક્ટર ડૉ. અમિતાવા દાસે જણાવ્યુ હતું કે આ લેબોરેટરીમાં પર્યાવરણ ને અસર કરતાં સંશોધનો ને લગતા માટી અને પાણીના પરીક્ષણો જેવા કે માટીની ખારાશ, રેઝીસ્ટીવીટી, વિધ્યુતવાહકતા, પીએચ, કુલ ઓગળેલા ઘન, જૈવિક ઓકિસજન માંગ , રાસાયણિક ઓકિસજન માંગ અને પાણીની ક્ષારતાનું માપન પણ થઈ શકશે. આ “માટી પરિક્ષણ પ્રયોગશાળા” તથા નવા સોલ્ટ વર્કસને વિકસાવવા માટેની તમામ પધ્ધતિઓ તથા ઇન્સ્ટ્રુમેન્ટલ ફેસિલિટી વિકસાવવા માટે સંસ્થાના ડાયરેક્ટર ડૉ. અમિતાવા દાસ તથા સોલ્ટ અને મરીન કેમિકલ્સ વિભાગના વૈજ્ઞાનિક અને સિવિલ એન્જિન્યરિંગ , સોલ્ટ વર્કસ ડેવલોપમેન્ટ પર સંશોધનો કરતાં, ડોં. ભૂમિ અંધારિયા તથા વિભાગના વડા વૈજ્ઞાનિક ડોં. અરવિંદ કુમારના સતત પ્રયત્નો દ્વારા આ કાર્ય સફળ બનાવવામાં આવ્યું છે.

ખારાશ સહિતની બાબતોનું પરિક્ષણ થશે
નમક (મીઠું) બનાવવા માટે જમીનના પૃથક્કરણની માહિતી જેવીકે જમીનના નમૂનામાં કેટલા પ્રમાણમા રેતી, માટી અને સોલ્ટ રહેલી છે, તેનું માપન કરવાની વિવિધ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પધ્ધતિઓ, ઉપરાંત બીજા વિવિધ પરીક્ષણો જેવા કે, જમીનની ભાર સહનક્ષમતા, જમીનનું વર્ગીકરણ, માટીનો પ્રકાર અને તેની રસાયણિક રચના, પર્કોલેશન રેટ, સુક્ષ્મકદનું વિતરણ, કોમ્પ્રેસિવ સ્ટ્રેંથ, જમીનની ખારાશ, ભેજનું પ્રમાણ, માટીની ઘનતા વગેરે પરીક્ષણોનું પ્રાયોગિક ધોરણે પરિક્ષણ કરવા માટેની સુવિધા કરવામાં આવી છે.

પ્રયોગશાળા તમામ લોકો માટે ઉપયોગી બનશે
આ પ્રયોગશાળા માં અગરિયા , રિસર્ચ સ્ટુડન્ટ થી લઈને ઉદ્યોગ એકમો પણ લાભ લઈ શકશે. તેની માટે નાં ચાર્જ હજુ સુધી નક્કી કરવાનાં બાકી છે. પરંતુ અગરિયાઓ માટે અહીં ની સુવિધા અત્યારથી આપવામાં આવશે. ડો.ભૂમિ અંધારીયા, વૈજ્ઞાનિક સોલ્ટ અને મરીન કેમિકલ્સ વિભાગ

અન્ય સમાચારો પણ છે...