તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

26000 શખ્સો સામે પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર|ભાવનગર | 15 એપ્રિલ

લોકસભા સામાન્ય ચુંટણી-2019 અન્વયે ભાવનગર રેન્જમાં આચારસંહીતાના અમલીકરણ માટે સમગ્ર ચુંટણી પ્રક્રિયા મુકત અને નીર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય રહે તે માટે ભાવનગર રેન્જના જીલ્લાઓ ભાવનગર,અમરેલી અને બોટાદમા પાક રક્ષ્ણ તેમજ સ્વરક્ષણ તથા અન્ય હેતુ માટે નોંધાયેલા હથિયાર લાયસન્સ ધારકોના હથીયારો સબંધિત જીલ્લાના પોલીસ સ્ટેશનમાં સુરક્ષીત રીતે જમા કરાવવામા આવેલ છે.

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવના અધ્યક્ષ્ સ્થાને ત્રણેય જીલ્લાના પોલીસ અધીક્ષકોપનાયબ પોલીસ અધીક્ષકો,તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરો,એલસીબી,એસઓજી સાથે ચુંટણીલક્ષી તથા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી મીટીંગનુ આયોજન કરવામાં આવેલ.જાહેરનામા અનુસંધાને ભાવનગર રેન્જમા 21,772 અટકાયતી પગલા લેવામા આવેલ.તથા 3524 પરવાનાવાળા હથિયારો જમા લેવામાઅ આવેલ.તેમજ પ્રોહીબીશન,જુગારની પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા માટે 3757 પ્રોહીબીશનના કેસો કરવામા આવેલ છે.ઉપરાંત 386 તડીપાર દરખાસ્ત,ટૅ પાસા દરખાસ્ત,3355 પ્રોહીબીશન-93 મુકવામાં આવેલ છે.ભાવનગર રેન્જ હેઠળ ત્રણેય જીલ્લાઓમા 46 એફએસ ટીમો,47 એઅસએસટી તથા 53 પોલીસ ચેક પોસ્ટ કાર્યરત કરવામા આવેલ છે.તમામ બુથ બીલ્ડીંગની પોલીસ અધીકારીઓ દ્વારા વિઝીટ કરવામા આવે છે.અસુરક્ષીતતા ઉભી કરનાર કુલ 75 ઇસમો વિરુધ્ધ અટકાયતી પગલા લેવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...