તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એનર્જી નોલેજ સેન્ટરમાં 25412 વીજ કર્મીને તાલીમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પી.જી.વી.સી.એલ.ની કચેરીના ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરના નવા અત્યાધૂનિક બિલ્ડીંગનું મહાનુભાવોના હસ્તે શુક્રવારે ઉદઘાટન કરાયુ હતુ.આ સેન્ટરના જુના બિલ્ડીંગમાં ગત તા. 1 એપ્રિલ 2015 થી અત્યાર સુધીમાં રાજયના ચાર જિલ્લા�ઓના પીજીવીસીએલની કચેરી�ઓના 25,412 કર્મચારી�ઓને પરિણામલક્ષી કામગીરી માટે તેમજ ટેકનોલોજીની સાથે સતત અપગ્રેડ કરતી સઘન તાલીમ આપવામાં આવી હતી.

પાવર હાઉસમાં 2015 થી કાર્યરત આ એનર્જી નોલેજ સેન્ટર ભાવનગર,બોટાદ, અમરેલી તેમજ સુરેન્દ્રનગર એમ ચાર જિલ્લા�\\\"ની પીજીવીસીએલ કચેરી�\\\"ના કર્મચારી�ઓને તાલીમ આપતું એક માત્ર કેન્દ્ર છે અા સેન્ટરનું રૂા બે કરોડના ખર્ચે તૈયાર કરાયેલું આ નવુ અત્યાધુનિક બિલ્ડિંગ અનેકવિધ નોંધપાત્ર વિશિષ્ટતા�અો ધરાવે છે. આ સેન્ટરમાં 65 અને 42 તાલીમાર્થી�ઓ એટલે કે અેકસાથે કુલ 107 તાલીમાર્થીઓ તાલીમ લઇ શકે તે માટે બે અદ્યતન �ઓડિયો-વિઝયુઅલ સગવડ સાથેના અલ્ટ્રા મોર્ડન એસી �ઓડીટોરીયમ આવેલ છે. આ નવા કેન્દ્રમાં પ્રતિવર્ષે 8500 થી વધુ તાલીમાર્થી�ઓને તાલીમ માટેની કોમ્પ્યુટર લેબ,લાયબ્રેરીની વ્યવસ્થા છે.

લાઇન સ્ટાફની જાણકારી માટે આર.ઇ. સ્ટાર્ન્ડડ મુજબના વીજ લાઇનોના મોડેલ સ્ટ્રકચર તેમજ માપસાઇઝના ડાયાગ્રામ, અર્થિંગ સિસ્ટમનું મોડેલ તેમજ કેબલ ટ્રી મોડલ, અદ્યતન માહિતીઅો તેમજ સાહિત્ય ઉપલબ્ધ કરાયેલ છે.

રાષ્ટ્રીય સ્તરની માન્યતા માટેની કાર્યવાહી શરૂ
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ સેન્ટરની ગુણવત્તા અંગે રાષ્ટ્રીય સ્તરની માન્યતા માટેની કાર્યવાહી શરૂ છે. જે ઉપલબ્ધ થયા બાદ અન્ય સરકારી સંસ્થા�ઓના કર્મચારી�ઓને પણ તાલીમ પ્રોગ્રામ આપી શકાશે.

સૌર ઉર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો : ઉર્જા મંત્રી
અત્યાધુનિક ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના હસ્તે ઉદઘાટન કરાયુ હતુ. પ્રારંભે પીજીવીસીએલના એમ.ડી. ભાવિનભાઇ પંડયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.આ પ્રસંગે રાજયના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલએ જણાવ્યુ હતુ કે, ઉર્જાક્ષેત્રે કાર્યરત રાજયની 4 કંપની�ઓ સમગ્ર દેશમાં ઉત્તમ કામ કરીગુજરાતનું નામ રોશન કરી રહી છે. લોકોને �ઓછા ભાવે વિજળી અને સારી સેવા મળે તે હેતુ હોય છે. સૌર ઉર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...