સાવરકુંડલાના ઘાંડલા ગામે આહીર સમાજ દ્વારા 21 મો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ઃ આહીર સમાજ દ્વારા ભવ્ય 21 મો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 51 જેટલા યુગલોએ દાંપત્ય જીવનમાં પ્રવેશ કરી પ્રભુતામાં પગલા પાડયા હતા, સાથે દરેક કન્યાને 65 જેટલી ચિજવસ્તુ કરિયાવર રૂપે આપી અને આ સમૂહલગ્નના સંપૂર્ણ ખર્ચ ના દાતા તરીકે આહિર સમાજના પ્રતિષ્ઠિત સમાજ અગ્રણી મોહનભાઈ ખીમાભાઈ પરડવા તેમના સુપુત્ર હાર્દિકભાઈ મોહનભાઈ પરડવા પરિવાર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, કનુભાઈ કલસરિયા, મેરામણભાઇ ઘી વાળા, રણમલભાઇ વારોતરીયા, ધારાસભ્ય પ્રતાપ દુધાત, નિવૃત્ત ડીવાયએસપી રણછોડભાઈ હડિયા જેરામભાઈ વાળા, હરેશભાઈ કાતરીયા અને સંતો તથા આહિર સમાજના અગ્રણીઓ તથા સ્વજનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી અને વિશેષમાં ભાવેશ ડોલરે જણાવ્યું હતું કે આ સમૂહલગ્નમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો જેમાં 101 જેટલી રક્ત બોટલ એકત્ર કરી હતી.
અન્ય સમાચારો પણ છે...