તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોઘા રોડ પરથી 20 હજાર લોકો દરરોજ કરે છે જોખમી, ગેરકાયદે મુસાફરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 12 જાન્યુઆરી

સરકારી બસ છોડીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી એ લોકોનો શોખ નહીં મજબૂરી છે. ભાવનગર જીલ્લાના મોટાભાગના રૂટો છકડો, ટેમ્પો, રીક્ષા, ટેક્સી જેવાં વાહનોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. શહેરના ઘોઘા જકાતનાકાથી લઇને મીઠીવીરડી સુધીના રોડ પર રોજના રોજના 100થી વધુ ખાનગી વાહનો દિવસભર મુસાફરોની હેરાફેરી કરે છે અને રોજના 25 જેટલાં ગામોના 20 હજારથી વધુ મુસાફરોનું પરિવહન કરે છે. આ સ્થિતિ માટે એસટીની મર્યાદીત થતી જતી બસ સેવા જવાબદાર છે. આ વાહનોમાં મુસાફરો ખડકાતા જોવા મળશે. ઘોઘા જકાત નાકાથી શરૂ કરીને અકવાડા, અવાણિયા, ભૂતેશ્વર, ઘોઘા, ભુંભલી, જૂના રતનપર, નવારતનપર, હોઇદડ, ગુંદી, કોળિયાક, હાથબ, ભડભડિયા, ખડસલિયા, થળસર, લાખણકા, મીઠીવીરડી અને મોરચંદ, બાડી, પડવા, વાલેસપુર સહિતના અનેક ગામોના 20 હજારથી વધુ લોકો આ સ્થળેથી આવા વાહનોમાં મુસાફરી કરે છે.

મજબુરીની યાત્રા
રોજના આટલી સંખ્યામાં શા માટે ભાવનગર આવે છે લોકો
ઘોઘા પંથકના 25થી વધુ ગામોના 20 હજારથી વધુ લોકો રોજ ખાનગી વાહનો થકી ભાવનગર શહેરમાં ઠલવાય છે. ભાવનગર આવનારા લોકોમાં મોટા ભાગે વિદ્યાર્થી�ઓ અને દિરાઘસુ�ઓનો સમાવેશ થાય છે અને ત્યાર પછીના ક્રમે લીમડીયુમાં તથા અન્ય સ્થળે વિવિધ પ્રકારની મજૂરી માટે આવતા લોકોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત પ્રસંગોપાત્ત આવતા લોકોની સંખ્યા પણ નાની નથી હોતી.

ટૂંક સમયમાં અનેક નવી ટ્રીપો
ભાવનગર એસટીને 120 જેટલા કંડકટરોની ઘટ છે તે ચાલુ માસના અંત સુધીમાં મળી જશે અને ભાવનગર જીલ્લામાં અનેક નવા રૂટ શરૂ કરવામાં આવશે. ઘોઘા પટ્ટીના ગામોની માંગોને એમાં ધ્યાને લઇને લોકોને વધુને વધુ બસ ઉપલબ્ધ થાય તેવું કરવામાં આવશે. એ.કે. પરમાર, ડીવીઝનલ કંટ્રોલર, ભાવનગર એસટી

10 વર્ષમાં ટેમ્પા ઘટ્યા, રિક્ષા વધી
ખાનગી વાહનોની મુસાફરીનો ક્રેઝ ખતમ થવાને બદલે વધ્યો છે. જો કે છેલ્લા 10 વરસમાં ટેમ્પાની સંખ્યા ઘટી છે અને મોટી સાઇઝની પેસેન્જર રીક્ષા તથા કાર અને નાના ટેમ્પા�ઓ તથા છકડોનું પ્રમાણ વધ્યું છે. લોકોને મજબુરીને કારણે આ જોખમી ગેરકાયદે મુસાફરી કરવી પડે છે. મુકેશ દિહોરા, સામાજીક અગ્રણી

હોઇદડમાં 25 વર્ષથી બસ નથી
એ સમય એવો હતો કે જૂના જમાનામાં અમારા અંતરિયાળ કહી શકાય એવા હોઇદડ ગામમાં રોજની 2 બસ આવતી હતી. છેલ્લા 25 વરસથી એક પણ બસ આવતી નથી. આજે ગામના 60થી વધુ વિદ્યાર્થી�ઓને 3 કિલોમીટર ચાલીને હોઇદડના પાટિયે એટલે કે ગુંદી સુધી ચાલીને જવું પડે છે નરવીરસિંહ, રહીશ, હોઇદડ

અન્ય સમાચારો પણ છે...