તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પવનચક્કી વિરૂધ્ધ હિંસક દેખાવો કરતા 18ની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 13 જાન્યુઆરી

મહુવા પાસેના બંદર લાઈટ હાઉસ વિસ્તારમાં ચાલી રહેલ પવન ચક્કી વિરૂધ્ધનું આંદોલન હિંસક બનેલ જે અંગે ફરજમાં રૂકાવટ અને હથીયારબંધી સહિતની કલમો હેઠળ વિધીવત ફરીયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબે મહુવા પાસેના બંદર-લાઇટ હાઉસ વિસ્તારમાં ચાલી રહેલ પવન ચક્કી વિરૂધ્ધના આંદોલનને તા.11/1ના રોજ હિસક રૂપ ધારણ કર્યુ હતું. આ વિસ્તારના 125 થી 150 લોકોના ટોળે કે.પી. એનર્જી કંપનીના પવનચક્કીનું કામ કરતા માણસો ઉપર બાંબુ લાકડી તથા ઢીકાપાટુનો માર મારી, છુટા પથ્થરના ઘા મારી, જુદા જુદા વાહનની તોડફોડ કરી રૂ.20 થી 25 લાખનું નુકશાન કરેલ અને પોલીસ બંદોબસ્તમાં રોકાયેલા માણસોની ફરજમાં રૂકાવટ કરી હથીયાર બંધી ઘારોનો ભંગ ર્ક્યાની ફરીયાદ સરકાર પક્ષે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ કનુભાઇ સાંખટે નોંધાવેલ છે. જે અન્વયે પી.એસ.આઇ. એમ.ડી. મકવાણાએ ગઇ કાલે 18 શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...