ભાવનગરની બેઠક માટે 14 ઉમેદવારોના ફોર્મ મંજૂર રહ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર લોકસભા બેઠક માટે કુલ 19 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેઓના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થતા ભાજપ કોંગ્રેસના ડમી સહિત કુલ પાચ ફોર્મ રદ થતા હવે 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ચૂંટણી નું સ્પષ્ટ ચિત્ર ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે થશે.

ભાવનગર લોકસભા બેઠક માટે નોંધાયેલા ઉમેદવારો પૈકી આજે ફોર્મ ચકાસણીના દિવસે રદ થયેલા પાંચ ફોર્મમાં ભાજપના ડમી ઉમેદવાર દિલીપભાઈ શેટા, કોંગ્રેસના પ્રવિણભાઇ રાઠોડ, આંબેડકરાઈટ પાર્ટી ઓફ ઇન્ડિયાના નાથાભાઈ વેગડ, અપક્ષમાંથી રફિકભાઈ સૈયદ અને મુકેશભાઈ ચૌહાણના ફોર્મ રદ થયા હતા. જેમાં ડમી ઉપરાંત ડિપોઝિટ કરી ન હોય અને ટેકેદારો પુરતા નહીં હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

જ્યારે ભાજપના ભારતીબેન શિયાળ અને કોંગ્રેસના મનહરભાઈ પટેલ સહિત 14 ઉમેદવારોના ઉમેદવારીપત્ર મંજૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...