તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક રક્ષક દળની પરીક્ષામાં 13,537 ઉમેદવાર ગેરહાજર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |6 જાન્યુઆરી

ગત તા.2 ડિસેમ્બરે લોક રક્ષક દળની પરીક્ષામાં પ્રશ્નપત્ર ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી તે પેપર આજે ફરીથી લેવામાં આવ્યું જેમાં ભાવનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 43,500 ઉમેદવારો પૈકી 29,963 હાજર અને 13,537 ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતા. આમ ટકાવારી પ્રમાણે આજે પરીક્ષામાં કુલ 68.89 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતા. આજે પ્રશ્નપત્ર અામ તો પદ્ધતિ પ્રમાણે જ હતું પરંતુ થોડા પ્રશ્નો જુદી રીતે પૂછતા પરીક્ષાર્થી�ઓ મુંઝાયા હતા અને કેટલાકને સમય ઘટ્યો હતો. બાકી પેપર સરળ હતુ.

ભાવનગર જિલ્લામાં આજે લોક રક્ષક દળની પરીક્ષા આપવા માટે બે ઝોન રાખવામાં આવ્યાં હતા જેમાં સવારે 11થી બપોરના 12 વાગ્યા સુધીમાં લેવાયેલી પરીક્ષામાં ભાવનગર ઝોનમાં 83 અને તળાજા ઝોનમાં 42 મળી કુલ 125 પરીક્ષા કેન્દ્ર ખાતે કુલ 43,500 ઉમેદવારો આ કસોટી માટે નોંધાયા હતા અને તે પૈકી 68.89 ટકા એટલે કે 29,963 ઉમેદવારો હાજર રહ્યાં હતા જેમાં 100 માર્કનું પ્રશ્નપત્ર MCQ પદ્ધતિએ આપવાનું હતુ. પરીક્ષામાં ગુજરાતને અનુલક્ષીને સવાલો પૂછાયા હતા.

LRD પરીક્ષાના પેપરમાં તાર્કિક, કાયદાકિય અને જનરલ નોલેજના પ્રશ્નો પુછાયા હતા. જેમાં આઇપીસીની કલમો, ભારતીય અધિનિયમના સવાલો ઉપરાંત ગુજરાતના સંદર્ભે રાજ્યમાં દરિયા કિનારો કેટલો લાંબો છે ω, મોરબીમાં ડેમ દુર્ઘટના, કાકરાપારમાં શું છે. સ્ટેચ્યૂ �ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે ω અમૂલનું આખું નામ, અભ્યારણ્યની સાથે સોમનાથ મંદિરના સંદર્ભમાં પણ પ્રશ્ન પુછાયા હતા. સમગ્ર પ્રશ્નપત્રમાં ઉમેદવારોને કેટલાક તાર્કિક પ્રશ્નો અને ગાણિતિક પ્રશ્નો જે તે વિષયનું જ્ઞાન માંગી લે તેવા હોય કેટલાક પરીક્ષાર્થી�ઓ તેમાં મુંઝાયા હતા.

અન્ય સમાચારો પણ છે...